Home » Daxin Gujarat » Latest News » Narmada » PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani

PM મોદીના હસ્તે 31 ઓક્ટોબરે થશે સ્ટેચ્યું ઓફ યુનિટીનું લોકાર્પણ: રૂપાણી

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 08:39 PM

આ પ્રતિમાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાની દિશામાં સરકાર ઝડપ ભેર આગળ વધી રહી છે.

  • PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર બંધ કેવડિયાના સાધુ બેટ ખાતે નિર્માણા પામી રહેલી સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણ કાર્યની નિરીક્ષણ મુલાકાત લઈને જણાવ્યું કે, આગામી 31 ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મ જયંતિએ આ પ્રતિમાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાની દિશામાં સરકાર ઝડપ ભેર આગળ વધી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન એ સરદાર સાહેબની વિરાટતાને વૈશ્વિક ઊંચાઈ આપવા સેવેલું સ્વપ્ન તેમના જ હસ્તે લોકાર્પણ દ્વારા ગુજરાત સાકાર કરશે. વિજય રૂપાણીએ આ સ્ટેચ્યુની સાઈટની મુલાકાત કરીને સંપૂર્ણ કામગીરી બારીકાઈથી નિહાળી હતી. અને કહ્યું કે આ પ્રતિમા નિર્માણમાં 90 હજાર મેટ્રીકટન સિમેન્ટ 25 હજાર મેટ્રીક ટન લોખન્ડ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. 250 જેટલા ઇજનેરો આ પ્રતિમા નિર્માણના કામમાં યોગદાન આપે છે.

    આ સ્થળનો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પણ થશે વિકાસ


    સરદાર સાહેબઆપણી યુવા પેઢી અને આવનારી પેઢીઓને યુગો સુધી પ્રેરણા આપતા રહેશે. આ પ્રતિમા વિશ્વ ભરના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહે તેવી વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓ અહીં વિકસાવવામાં આવશે. ટ્રાયબલ મ્યુઝિયમ, મનોરમ્ય ગાર્ડન, તથા બોટિંગ સહિતની સુવિધા વિકસાવી આ સ્થળને ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાની ભૂમિકા પણ તેમણે આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે. સરદાર સાહેબે રાષ્ટ્રની એકત્તા અખંડિતતા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનનું આ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાના નિર્માણથી આપણે યથોચીત સન્માન કરી સરદાર સાહેબના કાર્યોને સદાકાળ પ્રેરણાદાયી બનાવવા છે. સાંસદ મનસુખ વસાવા, શબ્દશરણ તડવી, ભરતસિંહ પરમાર ઉપરાંત મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન સરદાર સરોવર નિગમના અધ્યક્ષ એસ.એસ.રાઠોર અને નિગમના વરિષ્ઠ ઇજનેરો તેમજ જિલ્લાના કલેક્ટર ડી.ડી.ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર- પ્રવિણ પટવારી)

    વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં...

  • PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • PM Modi to inaugurate Statue of Unity on October 31: Rupani
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ