Home » Daxin Gujarat » Latest News » Narmada » 20 હજાર પરિક્રમાવાસી માટે માત્ર 2 બોટ, 4 કલાક રાહ જોવામાં 4 શ્રદ્ધાળુઓ બેભાન | Only 2 boats for 20 thousand parikramavasi, 4 hours waiting for 4 devotees unconscious

20 હજાર પરિક્રમાવાસી માટે માત્ર 2 બોટ, 4 કલાક રાહ જોવામાં 4 શ્રદ્ધાળુઓ બેભાન

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 03:38 AM

નાંદોદ તા.પં. પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી : અમાસના દિવસે વિશેષ વ્યવસ્થા કરવા માંગણી કરાઇ

  • 20 હજાર પરિક્રમાવાસી માટે માત્ર 2 બોટ, 4 કલાક રાહ જોવામાં 4 શ્રદ્ધાળુઓ બેભાન | Only 2 boats for 20 thousand parikramavasi, 4 hours waiting for 4 devotees unconscious
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા માટે રવિવારે 20 હજારથી વધારે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં પણ સુવિધાના અભાવે તેમને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ પરિક્રમા માટે નર્મદા નદીને બોટમાં ઓળંગવામાં આવતી હોય છે. 20 હજાર શ્રધ્ધાળુઓની સામે માત્ર બે બોટની જ સુવિધા હતી. જેમાં ચાર કલાક સુધી બોટની રાહ જોવામાં ગરમીમાં ચાર લોકો બેભાન થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે.

    નર્મદાની પંચકોશી પરિક્રમાના રૂટ પર સુવિધાના અભાવે પરિક્રમાવાસીઓને ભારે હાલાકી


    ચૈત્ર મહિનામાં પુણ્ય સલીલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થાય છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં 16 કિમીનો માર્ગ નો રસ્તો કપાતા 4 કલાક લાગે છે. અત્યાર સુધી 2 લાખ પરિક્રમા વાસી આવી ગયાં છે રવિવારના તો 20 હજારથી પણ વધુ પરિક્રમાવાસીઓ એક દિવસમાં આવ્યા હતા.

    કાચો પથરાળ માર્ગ, નર્મદા નદી ક્રોસ કરવા માત્ર બે નાવડી અને જંગલ ઝાડી કંટાળો માર્ગ પર 4 કલાક ની યાત્રામાં 8 કલાક લોકોને લાગ્યા અને નાવડીમાં બેસવા 40 ડિગ્રી તાપમાન માં ગરમીને કારણે ખુલ્લા તાપમાં કલાકો બેસી રહેવામાં 4 પરિક્રમાવાસીઓ બેભાન થઇ ગયાં હતાંઉ તેમને ઠંડી જગ્યામાં લઇ જઈ લીંબુ સરબત એક પરિક્રમાવાસીએ આપતા રાહત થઇ અને બાદમાં તેમને પરિક્રમા પુરી કરી પરંતુ પરિક્રમાવાસીઓ વહીવટી તંત્ર પર રોષ વર્ષાવી રહ્યા છે.

    આટલી મોટી પરિક્રમા છતાં કોઈ તંત્ર દ્વારા કોઈ તૈયારી નહિ હોવાથી લોકો હાલાકી વેઠી રહયાં છ. નાંદોદ તાલુકા પ્રમુખ જતીન વસાવા અને કોંગ્રેસ ના આગેવાનોએ જિલ્લા કલેક્ટર ને આવેદન આપી હજુ ત્રણ દિવસ પરિક્રમા ચાલશે અને અમાસના રોજ સૌથી વધુ લોકો આવશે તો સુવિધાઓ ઉભી કરવા માંગ કરી છે. રામપુરાના આશ્રમના સદાનંદ મહારાજે પણ સુવિધાઓ વધારવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં ભક્તો પંચકોશી પરિક્રમા કરવા આવે છે. પરિક્રમાના 16 કિમીના રૂટ પર માળખાકીય સુવિધાઓનો અભાવ છે. તંત્ર અન્ય ખર્ચાઓને બદલે આ રૂટ પર ખર્ચો કરે તો ભક્તોની સુવિધામાં વધારો થશે.

    વધુ મહિતી માટે આગળ વાંચો... ચાર લોકો બેભાન થયા તેનો હું સાક્ષી છું...

  • 20 હજાર પરિક્રમાવાસી માટે માત્ર 2 બોટ, 4 કલાક રાહ જોવામાં 4 શ્રદ્ધાળુઓ બેભાન | Only 2 boats for 20 thousand parikramavasi, 4 hours waiting for 4 devotees unconscious
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાર લોકો બેભાન થયા તેનો હું સાક્ષી છું

    ચાર લોકો બેભાન થયા તેનો હું સાક્ષી છું


    પંચકોશી પરિક્રમા ખુબ મહત્વની છે જોકે સુવિધા અંગે મને ઘણી ફરિયાદ મળી હતી.ગત રોજ મેં જાતે પરિક્રમા કરી ઘણા લોકો ગરમીમાં સેકાઇ અને બેભાન થઇ ગયા જેનો મેં સાક્ષી છું.તંત્ર 100 ટકા ઉદાસીન છે વહીવટી તંત્ર એ વ્યવસ્થા કરાવી જોઈએ લોકો પરેશાન છે. - જતીન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, નાંદોદ

     

    તસવીરો, પ્રવિન પટવારી 

     

    વધુ તસવીરો જોવા માટો આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • 20 હજાર પરિક્રમાવાસી માટે માત્ર 2 બોટ, 4 કલાક રાહ જોવામાં 4 શ્રદ્ધાળુઓ બેભાન | Only 2 boats for 20 thousand parikramavasi, 4 hours waiting for 4 devotees unconscious
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 20 હજાર પરિક્રમાવાસી માટે માત્ર 2 બોટ, 4 કલાક રાહ જોવામાં 4 શ્રદ્ધાળુઓ બેભાન | Only 2 boats for 20 thousand parikramavasi, 4 hours waiting for 4 devotees unconscious
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ