Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » One meter increase in surface of Narmada dam due to above ground rain

ઉપરવાસમાં વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં એક મીટરનો વધારો

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 07:50 PM

ડેમની સપાટી 106.43 મીટર પર પહોંચી, વરસાદના પગલે સપાટીમાં વધારો થાય તેવી શક્યતા

  • One meter increase in surface of Narmada dam due to above ground rain
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઉપરવાસમાં વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં એક મીટરનો વધારો

    કેવડીયા કોલોની: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 10 દિવસમાં એક મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 7157 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 106.43 મીટર થઇ છે. મધ્યપ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ થતા સરદાર સરોવરની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.

    નર્મદા ડેમની સપાટીમાં એક મીટરનો વધારો

    નર્મદા બંધની IBPT ટનલની કેનલમાંથી ગુજરાતને પીવા માટે હાલ પણ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે સપાટી 110 મીટર પર જતા IBPT ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલમાં 6000 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જોકે મધ્યપ્રદેશમાં થઇ રહેલા વરસાદને પગલે હવે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થશે તેવી શક્યતા છે.

  • One meter increase in surface of Narmada dam due to above ground rain
    નર્મદા ડેમની સપાટી 106.43 મીટર પર પહોંચી, વરસાદના પગલે સપાટીમાં વધારો થાય તેવી શક્યતા

    નર્મદા જિલ્લામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે ધોધમાર મેઘરાજા ની એન્ટ્રી થઇ હતી. જેમાં નાંદોદ ગરુડેશ્વર અને તિલકવાડામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. ડેડીયાપાડામાં 11 મિ.મી., સાગબારામાં 46 મિ.મી., વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડાને કારણે વીજળી ડૂલ થઇ ગઈ હતી અને આખીરાત લોકોએ અંધારામાં વિતાવી હતી.

     

    સાગબરામાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડતા વાવાઝોડામાં મોટી બેડવાણ ગામ ખાતે એક કાચું ઘર જમીન દોસ્ત થઇ ગયું હતુ. ઘરમાં સુઇ રહેલા અભેસિંગ વસાવાનું કાટમાળ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કુકરદા ગામ ખાતે વીજળી પડતા બે બળદના મોત નીપજ્યા હતા. આ બંને ઘટનાની જાણ ગ્રામપંચાયત દ્વારા ડિઝાસ્ટર મામલતદારને કરતા મામલતદાર સાગબારા દેડિયાપાડાની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending