Home » Daxin Gujarat » Latest News » Narmada » Nibhaya squad for the safety of the students in college in Narmad

છાત્રાઓને સલામતી બક્ષવા નર્મદામાં નિર્ભયા સ્ક્વોડ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:29 AM

રાજપીપળા, તિલકવાડા, દેડીયાપાડા, ગરૂડેશ્વર અને સાગબારામાં ટીમો કાર્યરત કરાઇ

  • Nibhaya squad for the safety of the students in college in Narmad

    રાજપીપળા: નર્મદા જિલ્લામાં શાળા તથા કોલેજમાં જતી છાત્રાઓની સલામતી માટે નિર્ભયા સ્કવોડની રચના કરવામાં આવી છે. એસપીના નવતર અભિગમને રેન્જ આઇજીએ આવકારી આગામી દિવસોમાં આ પ્રોજેકટને રાજયના 5 જિલ્લામાં અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજપીપળા , તિલકવાડા, ગરુડેશ્વર, ડેડીયાપાડ, સાગબારામાં એક એક નિર્ભયા સ્ક્વોર્ડ સતત પેટ્રોલિંગ કરતી રહેશે.
    ગુજરાતમાં સૌપ્રથમવાર રોમીયોગીરી અને છેડતીના બનાવો અટકાવીને અસામાજીક તત્વોને પાઠ ભણાવવા માટે ખાસ ચુંનદા મહીલા કર્મીઓની નિર્ભયા સ્ક્વોર્ડ નર્મદા જિલ્લામાં બનાવવામાં આવી છે. આ મહીલા કર્મીઓ શાળા-કોલેજની આજુબાજુ તેમજ મહીલાઓની અવરજવર વધુ હોય ત્યાં સ્કૂટી પર પેટ્રોલીંગ કરશે.

    શાળા તથા કોલેજની છાત્રાઓને સલામતી પુરી પાડવામાં આવશે

    તેઅો રીવોલ્વર, વાયરલેસ સેટ અને લાઠી તેમજ ગોગલ્સ સાથે સજ્જ હશે. નર્મદા જીલ્લાનાં મુખ્ય મથક ખાતે 2 સ્ક્વોર્ડ પર 4 કર્મીઓ, કેવડીયા અને ડેડીયાપાડા ખાતે 1-1 સ્ક્વોર્ડ મુકવામાં આવી છે. આ સ્ક્વોર્ડને વડોદરા આઇ.જી.પી. અભય ચુડાસમા એ લીલીઝંડી આપી ને ફરજ પર રવાના કરી છે.આ સ્ક્વોર્ડ્ને તેઓએ આદેશ આપ્યો છે. કે કડક કાર્યવાહી કરીને આવારા તત્વોને પદાર્થ પાઠ ભણાવે. આ પ્રોજેકટને વડોદરા રેંજના વડોદરા, ભરુચ અને છોટાઉદેપુરમાં પણ જલ્દી થી લાગુ કરી દેવામાં આવશે.

    શાળા- કોલેજની બહાર ફરિયાદ પેટી મુકાશે


    જિલ્લાની દરેક સ્કુલની બહાર એક ફરીયાદ પેટી પણ મુકાશે.સ્ક્વોર્ડની કર્મીઓ આવી ફરીયાદ વાંચીને કસુરવારો સામે સીધી કાર્યવાહી હાથ ધરશે. જો કોઇ રોમીયોગીરી કે છેડતી કરતા પકડાશે તો તેની સામે તુરંત જ અટકાયતી પગલા ભરશે. - મહેંદ્ર બગડીયા, એસપી, નર્મદા


    રોમીયોને બરાબરના પાઠ ભણાવાશે


    કેટલાક રોમીયો શાળા કોલેજની બહાર અવારનવાર બદઇરાદાથી આંટાફેરા કરે છે. વિધ્યાર્થીની એકલતાનો લાભ લઇને હેરાન પરેશાન કરીને છેડતી કરે છે. આવી બહેન દીકરીઓ હત્પ્રત બનવાના કીસ્સા બનતા હોય છે. નર્મદા પોલીસે આવી માનસીકતા ધરવાતા તત્વોને બોધપાઠ ભણાવવા માટે અમારી પસંદગી થઈ છે એનો અમને આનંદ છે. - સંગીતાબેન, ASI, નિર્ભયા સ્ક્વોર્ડ,નર્મદા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ