નર્મદા ડેમની સપાટી 123.66 મીટર પર પહોંચી, 3 દિવસમાં 40 હજાર પ્રવાસીઓ ઉમટ્યા

જન્માષ્ટમીની રજાઓને કારણે ડેમ જોવા માટે પ્રવાસીઓનો ધસારો રહ્યો

DivyaBhaskar.com | Updated - Sep 04, 2018, 05:45 PM
Narmada dam level reach 123.66 meter in kevdiya colony

રાજપીપળાઃ ઉપરવાસમાં થઇ રહેલી પાણીની આવકને કારણે નર્મદા ડેમની સપાટી 123.66 મીટર પર પહોંચી ગઇ છે. ડેમ હાલ 75 ટકા જેટલો ભરાઇ ગયો છે. તો બીજી તરફ જન્માષ્ટમીની રજાઓને કારણે ડેમ જોવા માટે પ્રવાસીઓનો ધસારો રહ્યો હતો. ત્રણ દિવસમાં અંદાજે 40 હજાર લોકોએ નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.

નર્મદા ડેમની સપાટી 123.66 મીટર પર પહોંચી

નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 49817 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને કારણે ડેમની સપાટીમાં દર કલાકે 4 સે.મી. જેટલો વધારો થઇ રહ્યો છે. નર્મદાની મેઇન કેનલ મારફતે 7840 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 1849.80 MCM લાઇવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જન્માષ્ટમીની રજાઓને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર પ્રવસીઓ ઉમટી પડ્યા હતા. ત્રણ દિવસમાં અંદાજે 40 હજાર જેટલા પ્રવસીઓએ ડેમની મુલાકાત લીધી હતી. અને

પ્રવાસીઓ થકી નિગમને બે લાખથી વધુની આવક થઇ હતી. નર્મદા ડેમ નજીક નિર્માણ પામી રહેલી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે પ્રવાસીઓ આકર્ષાઇ રહ્યા છે. અને નર્મદા નિગમ દ્વારા પ્રવસીઓ માટે વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો....

Narmada dam level reach 123.66 meter in kevdiya colony
Narmada dam level reach 123.66 meter in kevdiya colony
X
Narmada dam level reach 123.66 meter in kevdiya colony
Narmada dam level reach 123.66 meter in kevdiya colony
Narmada dam level reach 123.66 meter in kevdiya colony
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App