Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » નર્મદા ડેમ વિસ્તારને પોલીસ,એસ.આર.પી.બાદ હવે સુરક્ષા માટે ત્રીજી આંખ મળશે | Narmada dam area police, SRPBad now get a third eye for security

નર્મદા ડેમ વિસ્તારને પોલીસ,એસ.આર.પી.બાદ હવે સુરક્ષા માટે ત્રીજી આંખ મળશે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 01:54 AM

CCTV કેમેરા લગાવવા સરદાર સરોવર નર્મદા નિગમને 20 કરોડ ફાળવવા દરખાસ્ત કરી હતી

  • નર્મદા ડેમ વિસ્તારને પોલીસ,એસ.આર.પી.બાદ હવે સુરક્ષા માટે ત્રીજી આંખ મળશે | Narmada dam area police, SRPBad now get a third eye for security
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કેવડિયા: નર્મદા ડેમને પોલીસ,એસ.આર.પી.બાદ હવે ત્રીજી આંખ સ્વરૂપે સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ કરવામાં આવશે.નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ નર્મદા ડેમની સુરક્ષાને ધ્યાને લઈ અંગત રસ લીધો હતો. એક સર્વે કરી નર્મદા ડેમ વિસ્તારમાં કુલ 44 જગ્યાઓ નક્કી કરી ત્યાં 97 સી.સી.ટી.વી.કેમેરા લગાવવા બાબતે સરદાર સરોવર નર્મદા નિગમને એક દરખાસ્ત કરી નર્મદા ડેમની સુરક્ષા વધારવા 20 કરોડ ફાળવવા જાણ કરતા નિગમ દ્વારા આ માટે 20 કરોડ ફળવાયા દરખાસ્ત કરી હતી.જેથી હવે નર્મદા ડેમ વિસ્તારમાં પોલીસ,એસ.આર.પી.સાથે ત્રીજી આંખ રૂપે CCTV કેમેરા પણ લાગશે.જેથી નર્મદા ડેમની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

    આ બાબતે વધુ માહિતી આપતા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે 20 કરોડના ખર્ચે લાગનારા આ CCTV કેમેરા વાઈફાઈ,કેબલ અને ફાયબરનો ઉપયોગ થશે તથા ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ કનેક્ટિવિટી નહિ ગુમાવે એવા હશે.નર્મદા ડેમ વિસ્તારમાં લાગનારા કુલ 97 CCTV કેમેરાઓમાં 360 ડીગ્રી મુવ કરી શકે એવા 32,ફિક્સ 47 અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગનાઇઝેશન વાળા 18 કેમેરાઓ લગાવાશે.આ કેમેરા ડેમ વિસ્તારની આસપાસના પહાડી વિસ્તારોને પણ કવર કરશે જેથી કેટલા અને ક્યાં પ્રકારના જંગલી જાનવરો આ વિસ્તારમાં છે એ પણ જાણી શકાશે.

    ત્યારે બીજી બાજુ સંપૂર્ણ તિલકવાડા ગામને પણ સી.સી.ટી.વી.નું સુરક્ષા કવચ અપાશે.જેમાં સાંસદ રામસિંહ રાઠવાની ગ્રાન્ટમાંથી સાત લાખના ખર્ચે સી.સી.ટી.વી.કેમેરા સિસ્ટમ ફિટ કરાશે.ત્યારે આગામી સમયમાં બોર્ડર વિસ્તારને સિક્યોર કરવા સાગબારા પોલીસ સ્ટેશનની ધનસેરા ચેક પોસ્ટ ઉપર પણ સી.સી.ટી.વી.કેમેરા મુકવામાં આવશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

    વધુ માહિતી માટે આગળ વાંચો... રિવરબેડ પાવરહાઉસ પાસે કંટ્રોલ રૂમ બનશે

  • નર્મદા ડેમ વિસ્તારને પોલીસ,એસ.આર.પી.બાદ હવે સુરક્ષા માટે ત્રીજી આંખ મળશે | Narmada dam area police, SRPBad now get a third eye for security
    રિવરબેડ પાવરહાઉસ પાસે કંટ્રોલ રૂમ બનશે

    રિવરબેડ પાવરહાઉસ પાસે કંટ્રોલ રૂમ બનશે

     

    નર્મદા નિગમે રિવરબેડ પાવર હાઉસમાંથી ઉત્પાદન થતો વીજ પ્રવાહને મહારાષ્ટ્ર, માધ્ય પ્રદેશ અને ગુજરાત ને વિતરણ કરવા માટે ગ્રીડ લાઈન માં આપવા એક કંટ્રોલ યુનિટ બનવવા માં આવ્યું છે જે ટનલ માં છે પણ જેને બહાર લાવવાની જોગવાઈ કરવામાં આ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું જે હવે સીસીટીવી કેમેરા માટે કંટ્રોલ રૂમ બનશે.

     

    કેમેરાઓમાં 360 ડીગ્રી મુવ કરી શકે એવા અદ્યતન 32,ફિક્સ  47 અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગનાઇઝેશન વાળા 18 કેમેરાઓ લગાવાશે.આ કેમેરા ડેમ વિસ્તારની આસપાસના પહાડી વિસ્તારોને પણ કવર કરશે જેથી કેટલા અને ક્યાં પ્રકારના જંગલી જાનવરો આ વિસ્તારમાં છે એ પણ જાણી શકાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending