વડાપ્રધાન બનતા પહેલા મોદીએ જોયું હતું સ્વપ્ન...આખરે હવે થયું પૂરું; આવતા મહિને PM કરશે ઉદઘાટન

Narendra Modi Will Inaugurate Worlds Tallest The Statue Of Unity Next Month
Narendra Modi Will Inaugurate Worlds Tallest The Statue Of Unity Next Month

DivyaBhaskar.com

Sep 11, 2018, 02:02 PM IST

નર્મદા: સરદાર સરોવર બંધ કેવડિયાના સાધુ બેટ ખાતે નિર્માણા પામી રહેલી સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયુ છે, આગામી 31 ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મ જયંતિએ આ પ્રતિમાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાની દિશામાં સરકાર ઝડપ ભેર આગળ વધી રહી છે. વડાપ્રધાન સરદાર સાહેબની વિરાટતાને વૈશ્વિક ઊંચાઈ આપવા સેવેલું સ્વપ્ન તેમના જ હસ્તે લોકાર્પણ દ્વારા ગુજરાત સાકાર કરશે. દેશના લોહપુરુષ ગણાતા સરદાર પટેલની આ પ્રતિમાની અનેક વિશેષતાઓ છે.

- સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ 182 મીટર, જે ન્યુયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બે ઘણી વધારે છે

- વડોદરાથી 2.5 કિ.મી દુર નર્મદા ડેમ પર પ્રતિમાનું નિર્માણ
- પ્રતિમા બનાવવામાં 2500 મજૂર અને એન્જિનિયર કામે લાગ્યા, ચીનના મજૂરો સાથે એક્સપર્ટ પણ જોડાયા
- દેશના 6 લાખ ગામમાંથી 5000 મીટ્રીક ટન લોખન્ડ એકત્રિત કરાયું
- સ્ટેચ્યુની એક ગેલેરી 153 મીટરની ઉચાઈ પર આવેલી છે, ત્યાંથી 200 લોકો એકસાથે આ નજારો નિહાળી શકશે
- 60 મીટર પ્રતિ સેકન્ડથી ચાલતા પવનથી પણ આ પ્રતિમાને કોઈ નુકસાન નહીં પહોંચે, આ પ્રતિમા વાઈબ્રેશન અને ભૂકંપરોધી છે
- આ પ્રતિમાના નિર્માણમાં 75 હજાર ક્યુબિક કોન્ક્રીટ, 18000 ટન સ્ટીલની સ્ટીક, 22500 ટન કાસ્ય શીટ્સ અને 22500 મીટ્રીક ટન સીમેન્ટનો ઉપયોગ કરાયો છે઼
- 31 ઓક્ટોબર 2013માં વડાપ્રધાન મોદી અને લાલકૃષ્ણ આડવાણીની હાજરીમાં પ્રતિમા બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, અને 31 ઓખ્ટોબર 2014થી પ્રતિમા બનાવવાની

કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેના નિર્માણના 15 મહિના પહેલા પ્રતિમા બનાવવા માટેની પ્રિપ્લાનિંગ કરાઈ હતી
-‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી દર વર્ષે 15 હજાર લોકોને રોજગારી અપાશે
- સરદાર પટેલના જીવન વિશે લોકોને વધુ જાણવા મળે તે માટે એક મ્યુઝિયમ અને તેની સાથે ઓડિયો-વિઝ્યુએલ ડિપાર્ટમેન્ટ બનાવાશે
- 27 ઓક્ટોબરે 2014ના રોજ લૉર્સન એન્ડ ટુબ્રોએ 2989 કરોડની બોલી લગાવીને આ પ્રોજેક્ટ હાસિલ કર્યો હતો.
- હાલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બુદ્ધ ભગવાનની છે, જે ચીનના વસંત મંદિરમાં છે, તેની ઉંચાઈ 128 મીટર છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
Narendra Modi Will Inaugurate Worlds Tallest The Statue Of Unity Next Month
Narendra Modi Will Inaugurate Worlds Tallest The Statue Of Unity Next Month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી