Home » Daxin Gujarat » Latest News » Narmada » Nal Bridge collapsed due to the flood of Amravati river in Sagbara

ભરૂચઃ અમરાવતી નદીના પુરથી નાલ બ્રીજ ધરાશાયી : 5 ગામો સંપર્ક વિહોણા

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 06:44 AM

સાગબારા પંથકના ગામોમાં પુરની સ્થિતી સર્જાઇ વહીવટી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યાં

  • Nal Bridge collapsed due to the flood of Amravati river in Sagbara
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ભરૂચ, રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જોકે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં શનિવારે ધોધમાર વરસાદ વરસતાં ભારે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદને કારણે અમરાવતી નદી ગાંડીતુર બનતાં આસપાસના પાંચથી વધુ ગામોમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. પાણીના ધસમસતા વહેણને કારણે નાલ ગામના બ્રીજના બે પાયા તુટી ગયાં હતાં. અને પાટલામોવ ગામનો એપ્રોચ રોડ ધોવાઇ ગયો હતો.


    ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુ જામી હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. ભરૂચ પંથકમાં આજે શનિવારે બપોરના સમયે જોરદાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જિલ્લામભરમાં આમોદ અને જંબુસર સિવાય સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં વાગરામાં સૌથી વધુ 59મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચમાં પણ 30 મીમી વરસાદ ખાબકતાં છેલ્લાં ચારેક દિવસથી સર્જાયેલાં બફારાના માહોલથી લોકોને છુટકારો મળ્યો હતો.


    નર્મદા જિલ્લામાં વરસાદે મનમુકીને વરસ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં સાગબારા તાલુકામાં 5 ઇન્ચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે દેડિયાપાડા અને તિલકવાડામાં પણ દોઢ થી બે ઇન્ચ વરસાદ વરસ્યો હતો. સાગબારામાં દેમાર 5 ઇન્ચ વરસાદ ખાબકતાં અમરાવતી નદીમાં પુરના ધસમસતા પાણી આવતાં નાલ બ્રીજ ધરાશાયી થઇ ગયો હતો. જેના કારણે 5થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયાં હતાં. જ્યારે પાટલામોવ ગામનો એપ્રોચ રસ્તો પણ ભારે વરસાદમાં ધોવાઇ ગયો હતો. ભારે વરસાદને પગલે સાગબારાના ગામડાઓમાં નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાયાં હતાં. પુર અને બ્રીજ તુટવા સહિતની ઘાટનાઓને પગલે વહિવટી તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં જોતરાઇ ગયાં હતાં.

    વધુ માહિતી માટે આગળ વાંચો... બ્રીજ તૂટતાં નોકરિયાત - ખેતમજૂરો, વિદ્યાર્થીઓ અટવાયાં

  • Nal Bridge collapsed due to the flood of Amravati river in Sagbara
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રીજ તૂટતાં નોકરિયાત - ખેતમજૂરો, વિદ્યાર્થીઓ અટવાયાં


    સાગબારા પંથકમાં છેલ્લા 24 કલાકમાં વરસેલાં ધોધમાર વરસાદને કારણે મેઘતાંડવ જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. પંથકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબતાં અમરાવતી નદીમાં પુરના પાણી આવ્યાં હતાં. પાણીના ધસમસતાં પ્રવાહમાં નાલ બ્રીજ તુટી ગયો હતો. જ્યારે નદીના પાણી આસપાસના પાંચ ગામોમાં ફરી વળ્યાં હતાં.  નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારના નદી નાળા ભારે વરસાદને કારણે છલકાઈ જતા નવા નીર આવ્યા છે. સાગબારા માં વરસેલા ધોધમાર વરસાદના કારણે પાટલામોવનો એપ્રોચ રોડ અને નાલ બ્રિજના બે પાયા ધોવાઇ જતા પાટલમોવથી પાંજલીગઢ અને નાલ ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. 


    નાલ ગામ અને દોધનવાડી ગામ પાસેના બ્રિજના બે પાયા નદીના ભારે પ્રવાહને કારણે તુટી જતાં  નાલ, દોધનવાડી જેવા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. જોકે આ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટી ન હોવાને કારણે તંત્રને ઘટનાની જાણે મોડી થઇ હતી. જોકે તે બાદ સફાળા જાગેલાં વહિવટી તત્રએ વિસ્તારના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. પુરના પાણીના કારણે ટુવાલ ગામે પાંચ પરિવારોના ઝૂપડા ડુબી ગયાં હતાં. મહુપાડા, ટાવલ ભોર આમલી ગામે વરસાદી પુરના પાણીએ ભારે તારાજી સર્જી હતી.

  • Nal Bridge collapsed due to the flood of Amravati river in Sagbara
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ