ધનેશ્વર મહંત હત્યા પ્રકરણ: બેટ અને લાકડાના ફટકા મારતા થયું હતું રામપ્યારેદાસજીનું મોત

DivyaBhaskar.com

Nov 20, 2018, 01:24 PM IST
બેટ અને લાકડાના ફટકા મારતા થયું હતું રામપ્યારેદાસજીનું મોત
બેટ અને લાકડાના ફટકા મારતા થયું હતું રામપ્યારેદાસજીનું મોત
મહંતના દેહને રામાનંદી પરંપરા મુજબ જળસમાધિ
મહંતના દેહને રામાનંદી પરંપરા મુજબ જળસમાધિ
મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો
મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો

રાજપીપળા: રામપુરા ગામના ધનેશ્વર મંદિરના સ્વામી રામપ્યારેદાસજીની બે દિવસ પૂર્વ હત્યા થઈ હતી. આ ઘટના બાદ આરોપીઓ હજૂ ફરાર છે. તેમ આ બનાવને લઈ નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. ગુવાર રામાનંદ આશ્રમના મહારાજ બજરંગદાસજીએ ફરિયાદ નોંધાવી હતી કે. ખેતરમાં દબાણ કરવા મુદ્દે 10 જેટલા લોકોએ મહંતને બેટ અને લાકડાના ફટકા માર્યા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું.


દોઢ મહિના પહેલા મંહત સામે ફરિયાદ થઈ હતી


આ બાબતે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે ધનેશ્વર મંદિરના મહંતને માથામાં, હાથ-પગમાં માર મારવાથી ગંભીર ઈજાઓ થતા મૃત્યુ થયું છે. હાલ હુમલાખોરોને ઝડપવા પોલીસની ટીમો સક્રિય છે. મોબાઈલ ટ્રેસ સહીત ધરપકડ કરવાની કામગીરી ચાલુ છે. જમીન બાબતનો વિવાદની ખાસ ખબર નથી પણ દોઢ વર્ષ પહેલા આ મહંત સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જો કે આ મહંતનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી તેવું પણ જાણવા મળ્યું છે.


મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો


ગુજરાતના સનાતન ધર્મ પરિષદના સંયજક મહંત જમનાદાસ મહારાજે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ જગ્યાઓ પર સંતો પર હુમલા કરી હત્યા કરવામાં આવી છે.જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને હાલ પણ અમે રજૂઆત કરી છે પણ એ વાત ચોક્કસ છે કે, મોદી સરકારના શાસનમાં હવે સંતો અને મહંતો સુરક્ષિત રહ્યાં નથી. જો હવે સાધુઓ પર હુમલા બંધ નહિ થાયતો આગામી 2019 ની ચૂંટણીમાં સરકારને બતાવી દઈશું. રામપુરાના મહંતની હત્યા બાદ સંત સમાજમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.


મહંતના દેહને રામાનંદી પરંપરા મુજબ જળસમાધિ


રામપુરાના મહંત રામપ્યારેદાસજીની જમીનની ઝગડામાં હત્યા થયાં બાદ સોમવારના રોજ રામાનંદી સંપ્રદાયની પરંપરા મુજબ તેમના નશ્વરદેહને નર્મદા નદીમાં જળસમાધિ આપવામાં આવી હતી. રામપુરા નજીક નર્મદા તટે યોજાયેલા અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને આગેવાનો હાજર રહયાં હતાં. નર્મદા જિલ્લાના રામપુરાના ધનેશ્વર મહાદેવ મંદિરના મહંતના નશ્વર દેહને રામાનંદી સમાજની પરંપરા મુજબ નર્મદા નદીના કિનારે લાવવામાં આવ્યો હતો. રામપુરા ગામમાં આવેલ ઉતરવાહીની નર્મદા નદીમાં મહંત રામ પ્યારેદાસ ત્યાગીના નાશ્વર દેહને રામાનંદી પરંપરા મુજબ શરીરે પથ્થર બાંધીને જળ સમાધી અપાઇ હતી. રામાનંદી સંપ્રદાયના સંતોએ જણાવ્યું હતું કે, આ અમારા સંપ્રદાયની એક પવિત્ર પરંપરા છે. જળ સમાધિથી મૃતકના આત્માને હજારો વર્ષો સુધી સ્વર્ગમાં સ્થાન મળે છે. મહંતના અંતિમ સંસ્કાર વેળા આર.એસ.એસ ના ધર્મ જાગરણ મંચનાં ગુજરાતનાં સંયોજક સત્યમ રાવ સહિતના આગેવાનો અને સાધુ- સંતો હાજર રહ્યાં હતાં.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

X
બેટ અને લાકડાના ફટકા મારતા થયું હતું રામપ્યારેદાસજીનું મોતબેટ અને લાકડાના ફટકા મારતા થયું હતું રામપ્યારેદાસજીનું મોત
મહંતના દેહને રામાનંદી પરંપરા મુજબ જળસમાધિમહંતના દેહને રામાનંદી પરંપરા મુજબ જળસમાધિ
મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતોમહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી