સાધુઓ પર હુમલા બંધ નહિ થાય તો 2019ની ચૂંટણી સરકારને ભારે પડશે: સંત સમાજ

DivyaBhaskar.com

Nov 20, 2018, 10:38 AM IST
મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો
મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો

રાજપીપળા: નરેન્દ્ર મોદીના શાસનમાં સંતો અને મહંતો સુરક્ષિત રહયાં નથી. સંતોના રક્ષણ માટે સરકાર જ કોઇ જ પગલાં ભરી રહી નથી તેમ મહંત જમનાદાસજીએ જણાવ્યું છે. રામપુરાના મહંતની હત્યા બાદ રોષે ભરાયેલાં સાધુ અને સંતોએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરી છે. તેમજ રોષે ભરાયેલા સંત સમાજના સાધુઓ કહ્યું કે હવેથી મહંત પર થતા હુમલાઓ બંધ નહીં થાય તો આગામી 2019ની ચૂંટણી સરકારને ભારે પડશે.


મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો


ગુજરાતના સનાતન ધર્મ પરિષદ ના સંયજક મહંત જમનાદાસ મહારાજે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ જગ્યાઓ પર સંતો પર હુમલા કરી હત્યા કરવામાં આવી છે.જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને હાલ પણ અમે રજૂઆત કરી છે પણ એ વાત ચોક્કસ છે કે, મોદી સરકારના શાસનમાં હવે સંતો અને મહંતો સુરક્ષિત રહ્યાં નથી. જો હવે સાધુઓ પર હુમલા બંધ નહિ થાયતો આગામી 2019 ની ચૂંટણીમાં સરકારને બતાવી દઈશું. રામપુરાના મહંતની હત્યા બાદ સંત સમાજમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.


સંત સમાજના ભારે રોષની લાગણી


સોમવારે સાધુ અને સંતોએ કલેકટરને આવેદનપત્ર આપી સીબીઆઇ તપાસની માંગ કરી હતી. વધુમાં તેમણે રજૂઆત કરી હતી કે,1 એક મહિના પહેલા મહંત રામપ્યારેદાસ ત્યાગીએ જિલ્લા પોલીસ અને મુખ્ય મંત્રી ગૃહ મંત્રીને લેખિતમાં તેમની જાનને ખતરો હોવાનું જણાવ્યું હતું પણ કોઇ પગલાં નહિ ભરાતા આખરે મહંતને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રામપુરાના મહંતની હત્યા બાદ સંત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. નર્મદાના સંતોએ રક્ષણની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી.

મહંત રામપ્યારેદાસજીએ થોડા સમય પહેલાં આદિવાસી મજૂરોને માર માર્યો હતો


મૃતક રામપ્યારેદાસજી 15 વર્ષ પહેલાં ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત બન્યાં હતાં. મહંત બન્યા બાદ તેમણે આશ્રમનો વિસ્તાર વધારવાની શરૂઆત કરી હતી જેમાં ખેતરના માલિક સાથે ખટરાગ થયો હતો. ખેતરમાં કામ કરતાં આદિવાસી મજૂરો પર મહંતે માર પણ માર્યો હતો. ખેતરમાં વાડ બનાવવા બાબતે પણ તેમનો માલિક યશપાલ ગોહિલ સાથે ઝગડો ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

X
મહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતોમહંત રામપ્યારેદાસજીની હત્યાના સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી