કેવડિયામાં બબાલ / કેવડિયામાં બબાલ/ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળો, CEO દોડી આવ્યા

DivyaBhaskar.com

Dec 05, 2018, 06:06 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળો

કેવડિયાઃ 31મી ઓક્ટોબરે પી.એમ મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓએ ઘણી હલાકીઓ વેઠવાનો વારો આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળો મચાવી દીધો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળો

રવિવારે 2જી ડિસેમ્બરે સતત 4 કલાક લિફ્ટ બંધ રહેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓએ રીતસરનો હોબાળો મચાવી ટિકિટના પૈસા રિફન્ડ લેવા રીતસરની જીદ પકડી હતી. દરમિયાન પ્રવાસીઓનો મિજાજ પારખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરના કર્મચારીઓ ભાગી ગયા હતા. એ અગાઉ પણ એકવાર લિફ્ટ ખોટકાઈ હતી. દરમિયાન ત્યાં હાજર પોલીસ જવાનોએ આ મામલો પોતાના હાથમાં લઈ પ્રવાસીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ મંગળવારે પણ ફરી પાછી લિફ્ટ ખોટકતા પ્રવાસીઓમાં ભારે નારાજગી છવાઈ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ બિહારના ડેપ્યુટી સીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલ સહિત પોતાના કાફલા સાથે વ્યૂ ગેલેરી પર જવા લિફ્ટમાં દાખલ થયા હતા, ત્યારે એ લિફ્ટ ઓવરલોડને કારણે થોડો સમય માટે બંધ થઈ ગઈ હતી.

બુધવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા એક ખાનગી કંપનીના અધિકારીઓ આવ્યા હતા એમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ.કે.પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં પણ હાજર હતા. દરમિયાન ફરી પાછી લિફ્ટ ખોટકાતા ત્યારે તો પ્રવાસીઓ ઉભા રહી રહીને પરેશાન થઈ ગયા હતા. આ મામલે પ્રવાસીઓ કાઈ હોબાળો કરે એ પેહલા જ ત્યાં હાજર સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ.કે.પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં લિફ્ટ પાસે દોડી આવતા પ્રવાસીઓએ એમને ફરિયાદ કરી હતી. જોકે આઈ.કે.પટેલે પ્રવાસીઓને આશ્વાસન આપતા કોઈ અજુકતો બનાવ બનવા પામ્યો ન હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ વારંવાર ખોટકાવા મુદ્દે CEO આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, લિફ્ટ ખોટકાવાની અમને ફરિયાદ મળી છે. જેણે લિફ્ટ બનાવી છે એ મુંબઇ સ્થિત મુખ્ય કોન્ટ્રાક્ટરને આ મામલે અમે જાણ કરી છે અને વહેલી અહીંયા આવી નિરાકરણ લાવવા સૂચના આપી છે. પ્રવાસીઓને અન્ય તકલીફો મુદ્દે જણાવ્યું હતું કે, ટિકિટ ખરીદવા લાઈનોમાં ઉભા રહી પ્રવાસીઓ કંટાળે નહીં એ માટે શેડ પણ બનાવાશે અને શૌચાલયોમાં વધારો પણ કરાશે સાથે સાથે રોજે રોજ એની નિયમિત સાફસફાઈ પર પણ ધ્યાન અપાશે.

તો બીજી બાજુ નારાજ પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આખા પેકેજના પૈસા આપીએ છે તો લિફ્ટ ખોટકાય તે સમયે અમને એ પૈસા રિફન્ડ મળે એની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા થવી જોઈએ. બીજુ કે અહીંયા પ્રવાસીઓને અગવડ પડે તો એના નિરાકરણ માટે કોઈ હેલ્પલાઈન સેવા પણ નથી તો એ સેવા પણ કાર્યરત થવી જોઈએ.

X
સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળોસ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ આજે બે વાર ખોટકાતા પ્રવાસીઓ હોબાળો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી