સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે છલોછલ હતી નર્મદા, હવે પાણી જ નથી

શુક્લતીર્થ આવતા શ્રદ્ધાળુઓએ વધારે નાણા ખર્ચવા પડે છે

DivyaBhaskar.com | Updated - Nov 21, 2018, 12:38 PM
less Water In Narmada river instead Of Statue Of Unity inauguration Ceremony

ભરૂચ, કેવડિયા: 31મી ઓક્ટોબરના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે છલોછલ હતી નર્મદા પણ હવે તે સુકી ભઠ્ઠ દેખાય છે. ભરૂચમાં શુક્લતીર્થ ગામમાં કાર્તિકી પૂર્ણિમાંના ભાતિગળ મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે. પણ આ વર્ષે નર્મદા નદીનો જળસ્તર ઘટી જતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


હોડીના બદલે મોટરમાર્ગે શુક્લતીર્થ આવવા માટે વધારે નાણા ખર્ચવા પડે છે

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાના કારણે નદી સુકીભઠ બની છે જેના કારણે મઢીઘાટ અને શુકલતીર્થ વચ્ચે ચાલતી હોડી સેવા લગભગ બંધ થઇ ચુકી છે. રોજની માંડ એકાદ બે નાવડી ચાલી રહી છે. ઝઘડીયા વિસ્તારના લોકોને હવે મેળામાં આવવું હોય તો વાહન માર્ગે ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ આવવું પડે તેમ છે. આવામાં તેમનો ભાડા ખર્ચ વધી જાય છે.


- 5 તાલુકાના લોકો નાવડીઓમાં મેળામાં આવે છે
- 10 મિનિટમાં મઢીથી શુકલતીર્થ પહોંચી જવાય છે
- 5 હજાર લોકો સરેરાશ દર વર્ષે નાવડીથી મેળામાં આવે છે
- 1 કલાક ઝઘડીયાથી શુકલતીર્થ મોટરમાર્ગે લાગતો સમય
- 36 કિમી ઝઘડીયાથી શુકલતીર્થ વચ્ચેનું અંતર
- 3 કિમી શુકલતીર્થના છેડે નદીથી ઘાટ વચ્ચેનું અંતર
- 5 દિવસ સુધી પૂર્ણિમાનો ભાતીગળ મેળો ભરાય છે
- 30 રૂપિયા હોડીમાં આપવું પડતું ભાડુ

X
less Water In Narmada river instead Of Statue Of Unity inauguration Ceremony
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App