Home » Daxin Gujarat » Latest News » Narmada » મલ્ટીપપર્ઝ હેલ્થ કર્મીઓને કાયમી કરવા કલેક્ટરને રજૂઆત | Introducing the Collector to make multipliers health workers permanent

મલ્ટીપપર્ઝ હેલ્થ કર્મીઓને કાયમી કરવા કલેક્ટરને રજૂઆત

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 03:05 AM

યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી

  • મલ્ટીપપર્ઝ હેલ્થ કર્મીઓને કાયમી કરવા કલેક્ટરને રજૂઆત | Introducing the Collector to make multipliers health workers permanent

    રાજપીપળા: ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો,આરોગ્ય ખાતા કર્મીઓ સહિત અન્ય સરકારી વિભાગના કર્મીઓએ ગુજરાત સરકાર સામે પોતાની વિવિધ મંગોને લઈને બાયો ચઢાવી છે.ત્યારે નર્મદા જિલ્લાના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર(MPHW) ને કાયમી કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા સહિત MPHW કર્મીઓએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હસ્તકના વર્ષ 2012 થી ફરજ બજાવતા MPHW કર્મીઓને સપ્ટેમ્બર 2017માં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.5 વર્ષ ઉપર 9 માસ થઈ ગયા હોવા છતાં નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા એમને કાયમીનો ઓર્ડર અપાયો છે.

    ઓફિસ કલાર્ક દ્વારા કામગીરી થતી ન હોવાથી મામલો ગૂંચવાયાનો નર્મદામાં જિલ્લાના કર્મચારીઓનો આક્ષેપ


    અન્ય જિલ્લાઓમાં કાયમી કરતા હોય તો નર્મદા જિલ્લામાં કેમ નહિ.નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી નિમણૂક આપવા તૈયાર છે પરંતુ સંબંધિત ઓફીસ ક્લાર્ક દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.જ્યારે પણ જઈએ ત્યારે તમારી ફાઇલ ચાલુ છે ક્લાર્ક દ્વારા એવો મૌખિક જવાબ અપાય છે.જો કાયમી નિમણૂક માટે ઘટતી કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ