Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » રાજપીપળામાં IPLની મેચ પર સટ્ટો રમાડતાં 3 ઝડપાયાં | In Rajpipla, three arrested for playing betting on IPL matches

રાજપીપળામાં IPLની મેચ પર સટ્ટો રમાડતાં 3 ઝડપાયાં

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 03:18 AM

આઇપીએલની સીઝન 11ની શરૂઆત થતાંની સાથે સટ્ટોડીયાઓ પણ સક્રિય બન્યાં છે

  • રાજપીપળામાં IPLની મેચ પર સટ્ટો રમાડતાં 3 ઝડપાયાં | In Rajpipla, three arrested for playing betting on IPL matches

    રાજપીપળા: આઇપીએલની સીઝન 11ની શરૂઆત થતાંની સાથે સટ્ટોડીયાઓ પણ સક્રિય બન્યાં છે ત્યારે નર્મદા એસઓજીએ રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર હૈદરાબાદની મેચ પર સટ્ટો રમાડતાં ત્રણ ઇસમોને 45 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયાં છે.


    એસપી મહેન્દ્ર બગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ ભરવાડ તથા તેમની ટીમે આઇપીએલમાં સટ્ટો રમડતાં સટ્ટોડીયાઓ પર ધનિષ્ઠ વોચ ગોઠવી હતી. દરમિયાન કસ્બાવાડમાં સટ્ટો રમાડવામાં આવતો હોવાની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પીએસઆઇ કુમાવત અને ટીમે નિઝામ ઉર્ફે મોરે સિકંદર મન્સુરીનાં ઘરે રાત્રીએ રેઇડ કરી હતી.


    ટીવી ઉપર મુંબઇ ઇન્ડીયન્સ VS. સનરાઇઝ હેદરાબાદ વચ્ચેની મેચનું લાઇવ પ્રસારણ ચાલતુ હતું. ટીવીની સામે બેસેલ નિઝામ ઉર્ફે મોરે સિકંદર મન્સુરી, સિરાઝ ઇસ્માઇલ મન્સુરી, મુસ્તાક કરીમ મન્સુરી ટીવી પર લાઇવ પ્રસારણ જોઇને ફોન ઉપર સટ્ટો લેતાં ઝડપાઇ ગયાં હતાં.


    પોલીસને મોબાઇલ ફોનનાં ચેકિંગ દરમિયાન તેમાંથી ક્રીકેટ સટ્ટાની એન્ડ્રોઈડ એપ તેમજ સટ્ટા લખાવનાર સાથે થયેલ વાતચિતનું રેકોર્ડીંગ પણ મળી આવ્યું હતું. ઘટનાસ્થળ પરથી સેમસંગ કંપનીનું ટીવી 20 હજારની કિંમતનું, 4 મોબાઇલ 14 હજારની કિંમતના અને 10,460 રોકડા, ટાટા સ્કાઇ કંપનીનું સેટ ટોપ બોક્ષ 1,000 તેમજ સટ્ટાનાં ગુનામાં વપરાયેલ અન્ય સાધનો મળી કુલ 45,660 રૂપિયાનો નો મુદામાલ જ્પ્ત કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending