Home » Daxin Gujarat » Latest News » Narmada » રાજપીપળા : ચૂંટણી ટાણે સાંસદ અને કોંગી સભ્યો વચ્ચે તુ તુ મેં મેં | In Rajpipla municipality, the BJP finally got power

રાજપીપળા:ચૂંટણીમાં બબાલ સાંસદ અને કોંગ્રેસીઓ વચ્ચે ગાળાગાળી-મારામારી

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:49 PM

રાજીનામુ આપી દીધુ હોવાનું કારણ આગળ ધરી ભાજપના જ 4 સભ્યોને અંદર જવા ન દેતાં મામલો ગરમાયો

 • રાજપીપળા : ચૂંટણી ટાણે સાંસદ અને કોંગી સભ્યો વચ્ચે તુ તુ મેં મેં | In Rajpipla municipality, the BJP finally got power
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કોંગ્રેસના સભ્યો અને મનસુખ વસાવા વચ્ચે ઝપાઝપી થતાં મામલો ગરમાયો

  રાજપીપલા: 14મી જૂને 11 વાગ્યાની આસપાસ કોંગ્રેસ-અપક્ષ અને ભાજપના 4 અસંતુષ્ટો રાજપીપળા પાલિકામાં મતદાન માટે પહોંચ્યા હતા. પરંતુ ભાજપ ની રણનીતિ પ્રમાણે ચાર સભ્યોના રાજીનામાં મંજુર કરી જેમને પાલિકા સદન માં નહિ પ્રવેશવા બાબતે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે રક્ઝક ચાલતી હતી. તે દરમ્યાન સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ અને પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી બહાર હતા. ત્યારે ડભોઇનો કોર્પોરેટર અંદર કોંગ્રેસની કેમ દલીલ કરે છે ω કહી મનસુખ વસાવા અને રાજપીપળા પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુરેશ વસાવા, કમલ ચૌહાણ સામ-સામે આવી જતા ચકમક જરી હતી. ત્રણેવે એક બીજાને બીભત્સ ગાળો ઉચ્ચારવાનું શરૂ કર્યું હતું.

  રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં બબાલ

  હવે સ્થિતિ વધુ વણસે એ પહેલા હાજર પોલીસ જવાનોએ ત્રણેવને છુટા પાડતા મામલો થાળે પડ્યો હતો.જો કે એક સમયે તો ચૂંટણી સ્થગિત કરવી પડે એવા દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા.દરમિયાન કમલ ચૌહાણે મનસુખ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

  હું વસાવા સામે ફરિયાદ નોંધાવીશ : ડૉ.કમલ ચૌહાણ

  રાજપીપળા પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર ડૉ.કમલ ચૌહાણે જણાવ્યું હતું કે ભાજપના 4 સભ્યોના મતદાન મુદ્દે અમે ચૂંટણી અધિકારી સાથે વાતચિત કરી રહ્યા હતા દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગુસ્સામાં ત્યાં આવી મારો કોલર પકડી ફંગોળી દીધો હતો.પછી મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે એમને ચૂંટણી દરમિયાન પાલિકામાં આવવાનો અધિકાર નથી. હું મનસુખ વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાવીશ.

  ડભોઈના કોંગ્રેસી કોર્પોરેટર શું કરતા હતા?: મનસુખ વસાવા

  આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ડભોઈનો એક કોંગ્રેસી કોર્પોરેટર ભાજપના 4 અસંતુષ્ટોને અંદર પ્રવેશ મુદ્દે સલાહ આપી રહ્યોહતો.રાજપીપળા પાલિકા સભ્ય સિવાય કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને અંદર પ્રવેશવા ન દેવાય.એ મુદ્દે રજુઆત કરવા જતાં કોંગ્રેસના કમલ ચૌહાણ અને સુરેશ વસાવાએ મારી સાથે બિભત્સ વર્તન કર્યું હતું.પછી મામલો બીચકયો હતો.

  વધુ માહિતી માટે આગળ વાંચો... રાજપીપળા પાલિકામાં પોતાના જ 4 અસંતુષ્ટોને મતદાનથી દૂર રાખી ભાજપે સત્તા જાળવી રાખી

 • રાજપીપળા : ચૂંટણી ટાણે સાંસદ અને કોંગી સભ્યો વચ્ચે તુ તુ મેં મેં | In Rajpipla municipality, the BJP finally got power
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ાજપીપળા નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ

   રાજપીપળા પાલિકામાં પોતાના જ 4 અસંતુષ્ટોને મતદાનથી દૂર રાખી ભાજપે સત્તા જાળવી રાખી

   

   

  રાજપીપળા નગર પાલિકામા઼ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ ચાર અસંતુષ્ટ સભ્યોને રાજીનામું સ્વીકારી લીધુ હોવાનું જણાવી મતદાન માટે પ્રવેશઁવા ન દેતાં ભારે તડાફડી સર્જાઇ હતી. ભાજપ-કોંગ્રેસના અજ્ઞાત વાસના સભ્યોના આગમન સાથે જ પાલિકામાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ભાજપના 4 સભ્યોના ટેકાથી કોંગ્રેસ-અપક્ષ પોતાનું બોર્ડ બનાવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.  ત્યારે ભાજપના ચાર સભ્યો આવતાં જ તેમને રોકવામાં આવતાં મામલો બીચક્યો હતો અને સાંસદ વસાવા સાથે કોંગી સભ્યોને ભારે ચડસાચડસી થઇ હતી. જોકે બાદમાં પોલીસ આવી પહોંચતાં જ મામલો થાળે પડ્યો હતો. જોકે અંતે પોતાના જ અસંતુષ્ટ સભ્યોના જબરજસ્તીથી રાજીનામાં લઇ લોકશાહીને નેવે મૂકી ભાજપે સત્તાના જોરે સત્તા હાંસલ કરી હતી. અને પ્રમુખ પદ જીગીશ ભટ્ટ અને ઉપપ્રમુખ પદે સપના વસાવાનાી વરણી કરી હતી. પરંતુ આ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરી કોંગ્રેસ જૂથ હાઇકોર્ટ માં જતા રાજપીપલા નગરપાલિકા ની ચૂંટણી પણ કર્ણાટક વાળી થશે તો ભાજપ નેતાઓનું જ નાક કાપાસે તે  ચોક્કસ છે. 

   

  આજે  14મી જૂને 11 વાગ્યે કોંગ્રેસ-અપક્ષ અને ભાજપના 4 અસંતુષ્ટો રાજપીપળા પાલિકામાં મતદાન માટે પહોંચ્યા હતા.દરમિયાન તમે પાલિકા સભ્ય તરીકે 13મી જૂને રાજીનામુ આપી દીધું હોવાથી તમારું રાજીનામુ મંજુર થયું છે.હવે તમે પાલિકા સભ્ય ન હોવાથી મતદાન ન કરી શકો એવું કારણ આગળ ધરી ભાજપના હરદીપસિંહ શિનોરા, દત્તા ગાંધી, જગદીશ દેશમુખ અને નૈના કાછીયાને પોલીસ દ્વારા મતદાન કરવા ન જવા દેતા મામલો બીચકયો હતો.જોત જોતામાં ત્યાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું સાંસદ મનસુખ વસાવા અને રાજપીપળા પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુરેશ વસાવા,કમલ ચૌહાણ સામ-સામે આવી જતા ચકમક જરી હતી.    સ્થિતિ વધુ વણસે એ પેહલા હાજર પોલીસ જવાનોએ ત્રણેવને છુટા પાડતા મામલો થાળે પડ્યો હતો 


  આ તમામ ઘટનાક્રમ અને વાદ વિવાદ બાદ રાજપીપળા પાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના જીગીશા ભટ્ટ અને ઉપપ્રમુખ તરીકે સપના વસાવાની કોંગ્રેસ-અપક્ષના વિરોધ વચ્ચે સર્વાનુમત્તે વરણી કરાઈ હતી..અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપના 4 સભ્યોના રાજીનામાંને પગલે પાલિકામાં ભાજપનું સંખ્યાબળ એક અપક્ષ સભ્યના સહકારથી 13સભ્યોનું થયું છે. જ્યારે કોંગ્રેસ પાસે પોતાના 6 અને અપક્ષના 5 મળી કુલ 11 સભ્યોનું સંખ્યાબળ છે.

   

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... અમે કોઈ રાજીનામુ આપ્યું જ નથી

   

   

   

 • રાજપીપળા : ચૂંટણી ટાણે સાંસદ અને કોંગી સભ્યો વચ્ચે તુ તુ મેં મેં | In Rajpipla municipality, the BJP finally got power
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સાંસદ મનસુખ વસાવા અને કોંગી સભ્યો વચ્ચે ભારે તડાફડી

  અમે કોઈ રાજીનામુ આપ્યું જ નથી

   

  આ બાબતે પાલિકા ભાજપના અસંતુષ્ટ સભ્ય હરદીપસિંહ શિનોરા અને દત્તા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે કોઈ રાજીનામુ આપ્યું જ નથી. આ તો સત્તાના જોરે કાવતરું કરાયું છે. આગામી ટર્મમાં અમે પાલિકાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાના હતા એટલે જ અમને મતદાનથી દૂર કરવાનું કાવતરું રચાયું છે.13મી જૂને તો અમે રાજપીપળાની બહાર હતા.અમે જ્યાં હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ,હોટેલના બિલો પણ પ્રુફ તરીકે અમારી પાસે છે.અમે 13મી જૂને હાજર જ ના હોઈએ તો રાજીનામુ કેવી આપીએ.14મી જૂને 12 વાગે ચૂંટણી હતી અને 12:07 મિનિટે પાલિકા મુખ્ય અધિકારી દ્વારા અમને રાજીનામુ સ્વીકાર્યાનો અને તમે મતદાન ન કરી શકો એવો પત્ર આપ્યો છે.અમે આ મુદ્દે કોર્ટમાં જઈશું.  - હરદીપસિંહ શિનોરા

   

  પાલિકા ચીફ ઓફિસરે 12.10 ચાર સભ્યોને રાજીનામાં સ્વીકાર નો પત્ર પકડાવ્યો​

   

  રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ની ચૂંટણી માં ભાજપ ને પોતાના સભ્યો વડે હાર નો સ્વાદ ચાખવા પડે એવી બીકે સરકારી તંત્ર ને હાથો બનાવી ભાજપે અધિકારીઓ પર દબાણ કરી લોકશાહી નું ખૂન કરીને પોતાના સભ્યોએ પક્ષાંતર કરી વોટ આપ્યો ના હોય કે તેમને સાંભળ્યા વગર મુખ્ય અધિકારી એ લેખિતમાં 12 વાગ્યાનું બોર્ડ હોય અંદર આ ચાર સભ્યોને પ્રવેશવા નહિ દઈને લેખિત રાજીનામુ પાલિકા સદનના પ્રાંગણમાં પકડાવ્યું.

   

   

   

  વધુ માહિતી માટે આગળ વાંચો...  નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ભાજપના એજન્ટ બનીને આવ્યા હતા

 • રાજપીપળા : ચૂંટણી ટાણે સાંસદ અને કોંગી સભ્યો વચ્ચે તુ તુ મેં મેં | In Rajpipla municipality, the BJP finally got power
  રાજપીપળા નગરપાલિકામાં ભાજપે આખરે સત્તા મેળવી હતી

  નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ભાજપના એજન્ટ બનીને આવ્યા હતા


  આ મુદ્દે રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીરખાન શેખે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં ભાજપનું એજન્ટ બનીને આવ્યું હતું.ભાજપના ઈશારે જ આ બધું થયું છે.રાજપીપળા પાલિકા પ્રમુખે ખોટી રીતે ભાજપના 4 સભ્યોના રાજીનામાં મંજુર કર્યા છે.આ ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક રીતે થઈ નથી અમે આને કોર્ટમાં પડકારી સ્ટે લાવીશું.સાથે સાથે ભૂતકાળના શાસકોના ભ્રષ્ટાચાર પણ ખુલ્લા પાડીશું. -  મુનતેઝીરખાન શેખ,રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ