Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં જન આક્રોશ | In Bharuch, Muslim community came down on the road to support Asifa

ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં જન આક્રોશ

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 01:50 AM

ભરૂચમાં મુસ્લિમ સમાજ આસીફાના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યો હતો

  • ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં જન આક્રોશ | In Bharuch, Muslim community came down on the road to support Asifa
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ભરૂચ: ભરૂચમાં મુસ્લિમ સમાજે બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાને વખોડી નાંખી છે. દેશભરમાં ઉન્નાવ, કઠુઆ અને સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. દુષ્કર્મીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે વિવિધ સંગઠનો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. મંગળવારે ભરૂચમાં જિલ્લા માઇનોરીટી સમાજ, મુળ નિવાસી સંઘ સહિતની સંસ્થાના નેજા હેઠળ લોકો કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતાં. તેમણે દુષ્કર્મની ઘટનાને વખોડી આવા બનાવો અટકાવવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે પરેશ મહેતા, અબ્દુલ કામઠી, સલીમ ગોદર, સાજીદ હાફેઝી સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

    વધુ માહિતી માટો આગળ વાંચો...હિન્દુ, મુસ્લિમ, આદિવાસી આગેવાનોની જવાબદારો સામે પગલા ભરવાની માંગ

  • ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં જન આક્રોશ | In Bharuch, Muslim community came down on the road to support Asifa
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હિન્દુ, મુસ્લિમ, આદિવાસી આગેવાનોની જવાબદારો સામે પગલા ભરવાની માંગ

    હિન્દુ, મુસ્લિમ, આદિવાસી આગેવાનોની જવાબદારો સામે પગલા ભરવાની માંગ 


    દેશમાં વધી રહેલાં મહિલા અત્યાચાર, યુવતીઓની છેડતી અને દુષ્કર્મના બનાવોના વિરોધમાં રાજપીપળામાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીમાં  હિન્દૂ અને  મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.  ઈમ્તિયાઝ અલી કાદરી, પ્રફુલ્લ વસાવા, બહાદુર વસાવા તથા નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ જતીન વસાવા,આઇટી સેલના શાહનવાઝ પઠાણ સહિત અન્ય અગ્રણીઓએ રાજપીપળામાં રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.


    જેમાં જણાવ્યું હતું કે દૂષ્કર્મીઓને કાયદાનો ડર નથી તેઓ કાયદાની છટકબારીથી બચી રહ્યા છે.આ શરમજનક ઘટનાના આરોપીઓને ફાંસીના માડચે ચઢાવો તેવી માંગણી કરી હતી. 

     

    વધુ માહિતી માટે આગળ વાંચો...અંકલેશ્વરની પ્રતિન ચોકડીએ મીણબત્તી પ્રગટાવી દિલસોજી પાઠવવામાં આવી

     

  • ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં જન આક્રોશ | In Bharuch, Muslim community came down on the road to support Asifa
    અંકલેશ્વરની પ્રતિન ચોકડીએ મીણબત્તી પ્રગટાવી દિલસોજી પાઠવવામાં આવીઅંકલેશ્વરની પ્રતિન ચોકડીએ મીણબત્તી પ્રગટાવી દિલસોજી પાઠવવામાં આવી

    અંકલેશ્વરની પ્રતિન ચોકડીએ મીણબત્તી પ્રગટાવી દિલસોજી પાઠવવામાં આવી

     

    જમ્મુ કાશ્મીરના કથુવામાં માસુમ બાળા પર થયેલ દુષ્કર્મ અને યુપીના ઉન્નાવ તેમજ સુરતના પાંડેસરામાં બાળા પર થયેલ બળાત્કારની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ, આઈ.ટી. સેલ.નેશનલ રાજીવ ગાંધી બ્રિગેડ અને કામદાર સંઘ દ્વારા પ્રતિન ચોકડીથી વાલીયા ચોકડી સુધી કેન્ડલ માર્ચ  સાથે મૌન રેલીનું યોજાય હતી જ રેલીમાં કોંગ્રેસના કાલુ ચૌહાણ ,મગન પટેલ ,કામદાર આગેવાન ડી સી સોલંકી,બાલુ પટેલ,  સિકંદર ફડવાલા, અફઝલ પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

     

    તેમણે દુષ્કર્મીઓને કડક સજા થાય તેવા કાયદાઓ બનાવવાની માંગણી કરી હતી. તેમણે દુષ્કર્મની ઘટનાને વખોડી આવા બનાવો અટકાવવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending