Home » Daxin Gujarat » Latest News » Narmada » Illegal Clay Mining By Filling 100 Trucks Daily In Narmada Lachharas Village

નર્મદાના લાછરસ ગામે રોજના 100 હાઇવા ભરીને ગેરકાયદે માટીખનન

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:50 PM

જળસંચય યોજનાની આડમાં માટી વેચી દેવાતી હોવાનો આક્ષેપ પણ ગામલોકોએ કર્યો છે

  • Illegal Clay Mining By Filling 100 Trucks Daily In Narmada Lachharas Village

    રાજપીપળા: નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ગ્રામ પંચાયતની પરવાનગી વિના રોજની 100 હાઇવા ભરાઇ તેટલી માટીનું ખનન થતું હોવાની ફરિયાદ ઉઠી છે. જળસંચય યોજનાની આડમાં માટી વેચી દેવાતી હોવાનો આક્ષેપ પણ ગામલોકોએ કર્યો છે.


    ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 1મે થી 31 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓના તળાવો ઊંડા કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી અને તળાવોની ખોદણી દરમિયાન જે માટી નીકળે તે ખેડૂતોને આપી જળ સંચય અભિયાન મોટા પાયે હાથ ધરાયુ હતું. આ યોજના 1 જૂન થી બંધ કરી દેવામાં આવી છે તેમ છતાં કેટલાક કોન્ટ્રકટરો ખેડૂતોને ખેતર માટે માટી જોઈએ છે તેમ કહી માટી ખોદકામ કરે છે અને એજ માટી ખેડૂતોને રોડની કામગીરી માટે વેચે છે. નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં પણ આવું જ કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદો ઉઠી છે. કોન્ટ્રાક્ટરોએ માટીના ખોદકામ અંગેની કોઇ મંજુરી લીધી નથી લીધી અને માટીના નાણાં ગ્રામપંચાયતમાં જમા કરાવતા હોવાના આક્ષેપ થઇ રહયાં છે.

    ખેડૂતોને મફતમાં માટી મળતી નથી


    હાલ કોન્ટ્રકટર દ્વારા રૂપિયા લઈને માટી ખેતરમાં નાખી જાય છે. ખેડૂતોને માટી મફત મળતી નથી. આતો અમે અમારા તળાવની માટી વેચાતી લઈએ છે કોન્ટ્રાકટ બીજી માટી બીજા કોન્ટ્રકટર ને આપે છે. - મુકેશ તડવી, સ્થાનિક ગ્રામજન, લાછરસ


    ગ્રા.પં. પરવાનગી આપી જ નથી


    આ લોકો બે ત્રણ દિવસ થી માટી ખોદે છે. પંચાયતે પરવાનગી આપી નથી. આ બાબતે સરપંચ ને કહ્યું છે કે આ કામ બંધ કરાવી દો, પણ કામ બંધ થયુ નથી એટલે આજે મેં મામલતદાર ને રિપોર્ટ કરી દીધો છે. - ચંદુભાઈ વસાવા,તલાટી લાછરસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ