6 મહિનાથી રાજ્યને પાણી પૂરૃ પાડતી IBPT ટનલ બંધ કરી દેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપપીપળા: સરદાર સરોવર નર્મદા બંધ ની જળસપાટી માં હાલ દર કલાકે એક થી દોઢ સેમી નો વધારો નોંધાઈ રહ્યો છે, ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ પડવાને  નર્મદા ડેમની સપાટી માં વધારો નોંધાઈ રહ્યો છે,  ઉપરવાસ  માંથી 17650 ક્યુસેક  પાણીની આવક થતા જળસપાટીમાં ઉછાળો આવ્યો છે. અને એક દિવસમાં 27 સેમી જેટલી સપાટી વધી છે.સરદાર સરોવર નર્મદા બંધ ની જળ સપાટી 110 નીચે 6 મહિના પહેલા જતા સરકાર ચિંતા માં હતી અને રાજ્યને પીવાનું અને સિંચાઈ નું પાણી આપવા ઇરીગેશન બાયપાસ ટનલ નો 20 મી ફેબ્રુઆરી ના રાત્રે 9 કલાકે 9000 ક્યુસેક પાણી છોડી સૌ પ્રથમ વાર ઉપયોગ કરવામાં આવ્યો જે સતત છ મહિના થી રાજ્યની જીવાદોરી બની પાણી આપી રહી છે.

 

 IBPT  ટનલ માંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

 

નર્મદા બંધની મૂળ બોટમ લાઈન કહેવાય એ 110 મીટર જળસપાટી પાર કરી છે ત્યારે હવે NCA ની  સૂચના મળતા  લગભગ 110.64 મીટર પાર  સપાટી જશે એટલે IBPT ટનલ બંધ કરી રિવર બેડ હાઉસ ચાલુ કરવામાં આવશે.હાલ નર્મદા બંધ ની જળસપાટી 110.15 મીટરે છે, ઉપરવાસ માંથી 17650 ક્યુસેક પાણી ની આવક આવે છે, 1495 ક્યુસેક પાણી મુખ્ય કેનાલ માંથી છોડવામાં આવે છે. IBPT  ટનલ માંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 3631.51 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જળ સંગ્રહ છે.

 

અન્ય સમાચારો પણ છે...