• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Rajpipla
  • ‘ભરતભાઈને વોટ કેમ ન આપ્યો’ કહીં મહેશ વસાવાને જાનથી મારી નાખવાની ધમકી | Former MLA Mahesh Vasava Threatened On Phone Call

મહશે વસાવાને ફોન પર ધમકી: તને અને તારા છોકરાને જાનથી મારી નાખીશું

‘ભરતભાઈને વોટ કેમ ન આપ્યો’ કહીં મહેશ વસાવાને જાનથી મારી નાખવાની ધમકી | Former MLA Mahesh Vasava Threatened On Phone Call
Bhaskar News

Bhaskar News

Jun 15, 2018, 06:20 PM IST

રાજપીપળા: રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની બીજી અઢી વર્ષની ટર્મ માટે 14મી જૂને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જોકે ચૂંટણી પ્રક્રિયા પેહલા ભાજપના 4 અસંતુષ્ટ સભ્યોના રાજીનામાં મુદ્દે પોલીસ દ્વારા અંદર મતદાન કરવા ન જવા દેવાતા બબાલ થઈ હતી. જોકે ઘણા વાદ-વિવાદ બાદ અંતે રાજપીપળા પાલિકા પ્રમુખ તરીકે ભાજપના જિગિશા ભટ્ટ અને ઉપપ્રમુખ તરીકે સપના વસાવાની કોંગ્રેસ-અપક્ષના વિરોધ વચ્ચે સર્વાનુમત્તે વરણી થઈ હતી.

ચૂંટણી પરિણામ બાદ એમના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ખડકાયો


ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ ટર્મમાં પાલિકાના અપક્ષ સભ્ય મહેશ વસાવા વિરોધ પક્ષમાં બેઠા હતા. જ્યારે બીજી ટર્મમાં એમને ભાજપને ટેકો આપ્યો હતો. તો મહેશ વસાવા સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પહેલાથી તેમના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.


તને અને તારા પુત્રને જાનથી મારી નાખીશું....


બીજી બાજુ પરિણામ બાદ રાત્રે જ એક વ્યક્તિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહેશ વસાવાએ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 9879778452 નંબર પરથી મહેશ રાવજી પટેલ અને ભુરિયો ઉર્ફે દિપક શનું વસાવાએ મને મારા ફોન પર અલગ-અલગ સમયે 3-3 વાર ફોન કરી જણાવ્યું હતું કે તું આદિવાસી હોવા છતાં તે રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભરતભાઈને મત ના આપ્યો એટલે જ હારી ગયા છે. તને અને તારા છોકરાને જાનથી મારી નાખીશું. રાજપીપળા પોલીસે મહેશ વસાવાની ફરિયાદને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
‘ભરતભાઈને વોટ કેમ ન આપ્યો’ કહીં મહેશ વસાવાને જાનથી મારી નાખવાની ધમકી | Former MLA Mahesh Vasava Threatened On Phone Call
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી