આગ / સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ, પ્રવાસીઓ સુરક્ષિત

આજે વહેલી સવારે 3 વાગે ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગી હતી
આજે વહેલી સવારે 3 વાગે ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગી હતી
X
આજે વહેલી સવારે 3 વાગે ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગી હતીઆજે વહેલી સવારે 3 વાગે ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગી હતી

  • આગને પગલે ટેન્ટ સિટીના પ્રવાસીઓમાં ભયનો માહોલ
  • ગોડાઉનમાં મૂકેલો સામાન બળીને ખાખ થઇ ગયો 
     

DivyaBhaskar.com

Feb 13, 2019, 11:51 AM IST
કેવડિયાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલા ટેન્ટ સિટીના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે સદસનીબે ટેન્ટ સિટીમાં આગ ફેલાઇ નહોતી. જેથી પ્રવાસીઓ સુરક્ષિત રહ્યા હતા.

પીએમ મોદીએ ટેન્ટ સિટીનું લોકાર્પણ કર્યું હતું

1. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવ નં-3 પાસે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2018ના રોજ કર્યું હતું. આ ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી. જેને પગલે નર્મદા નિગમ અને GSELના 4 બંબા સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
2. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ખુલ્યું

ટેન્ટ સિટીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. અને ગોડાઉન જ્યારે બંધ હતુું. તે સમયે આગ લાગી હતી. 

 

તસવીરઃ પ્રવિણ પટવારી, રાજપીપળા

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી