Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » રાજપીપલા: શિક્ષણમંત્રીએ કારેલીમાં છાત્રોને શાળા પ્રવેશ કરાવ્યો | Education Minister Chudasama enrolled the students in Kareli in the school

શિક્ષણમંત્રી ચુડાસમાએ કારેલીમાં છાત્રોને શાળા પ્રવેશ કરાવ્યો

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:50 PM

50 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સભર નવનિર્મિત 6 ઓરડા ધરાવતા શાળાના મકાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ

  • રાજપીપલા: શિક્ષણમંત્રીએ કારેલીમાં છાત્રોને શાળા પ્રવેશ કરાવ્યો | Education Minister Chudasama enrolled the students in Kareli in the school

    રાજપીપલા: સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્‍લામાં આજે બીજા દિવસે શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે નર્મદા જિલ્‍લાના ગરૂડેશ્વર તાલુકાનાં કારેલી ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધોરણ- ૧ માં ૧૬ અને ધોરણ- ૯ માં ૨૨ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશની સાથે આંગણવાડીના ૨ ભૂલકાંઓ સહિત ૪૦ વિદ્યાર્થીઓનું નામાંકન કર્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં મંત્રી ચુડાસમાએ શાળાના પટાંગણમાં આવેલું સરસ્વતીના મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.


    આ પ્રસંગે મંત્રીએ રૂા.૫૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સભર નવનિર્મિત ૬ ઓરડા ધરાવતા શાળાના મકાનનું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારના બાળકોને પણ સંપૂર્ણ સુવિધાયુક્ત શાળા સંકુલની સાથોસાથ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આદિજાતિ વિસ્તારમાં રાજ્ય સરકારે શિક્ષણ માટે હાથ ધરેલા કાર્યો, યોજનાઓ, ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓનો વિશેષ ખ્યાલ આપી વાલીઓને બાળકોનાં શિક્ષણ પ્રત્યે સતત જાગૃત રહેવાની સાથોસાથ આ વિસ્તારમાં પ્રતિભાઓની કોઇ કમી નથી તેમ જણાવી મંત્રીએ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્‍ત શક્તિઓને ઉજાગર કરી તેમને આગળ વધવાની તકોનો શ્રેષ્‍ટ ઉપયોગ કરી ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરવા સૌને અપીલ કરી હતી.

    મંત્રી ચુડાસમાએ મા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ- ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાઇકલ એનાયત કરી હતી અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્‍લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી બારીયા, બી.આર.સી., સી.આર.સી., આચાર્ય, શિક્ષણગણ, ગ્રામજનો, વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending