સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ નર્મદા જિલ્લાના પ્રવાસધામોના વિકાસ કામ હાથ ધરવામાં આવશે

પ્રવાસન હેઠળ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા ઘનિષ્ઠા પ્રયાસો હાથ ધરવાની ચર્ચા-વિચારણા કરાઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 12:30 AM
After completion of work of the Statue of Unity, development works will be started in the district

રાજપીપલાઃ 31 ઓકટોબર 2018 ના વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને વડાપ્રધાન ખુલ્લું મુકાશે. ત્યારે નર્મદા જિલ્લા ના તમામ પ્રવાસન ધામો ને પણ સુંદર બનાવી પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવાની રાજ્ય સરકાર ની સૂચનાથી નર્મદા જિલ્લાા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા, સહિત જિલ્લાના પ્રવાસન વિકાસ સમિતિના અન્ય સભ્યઓ હાજર રહ્યા હતા.

જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠકમાં પ્રવાસધામોના વિકાસ માટે સ્થળની મુલાકાત લઇ દરખાસ્ત કરવા સૂચન


નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યોં છે, ત્યારે નર્મદા જિલ્લાધમાં ટુરીઝમ સર્કિટ હેઠળ દેવમોગરા, વિશલખાડી, માલ-સમોટ, ડુમખલ, ઝરવાણી, નિનાઇ-ધોધ, કોકમ વગેરે જેવા સ્થળોની માળખાગત સુવિધા માટે ટુરીઝમ સર્કિટ તૈયાર કરવાની સાથોસાથ પ્રવાસન હેઠળ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા ઘનિષ્ઠા પ્રયાસો હાથ ધરવાની ચર્ચા-વિચારણા કરાઇ હતી. સાથે સંસદસભ્ય મનસુખ વસાવા દ્વારા જિલ્લાના ધમણાચા ગામ પાસે નર્મદા નદીના તટ પાસે ઐતિહાસિક શુકદેવજી મંદિર, માર્કન્ડેય મહાદેવ મંદિર તેમજ વેદવ્યાસજી મંદિર સંકુલ પરિસરના વિકાસ સંદર્ભે ડામર રોડ, આર.સી.સી. રોડ, સંરક્ષણ દિવાલ અને સેનીટેશનની પુરતી સુવિધાઓ મળી રહે તે માટે કરાયેલી મૌખિક દરખાસ્ત સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા તેમજ ડુમખલ પ્રવાસન સ્થળના વિકાસ સંદર્ભે મુલાકાત લઇ તેની પ્રાથમિક દરખાસ્ત તૈયાર કરવા સંબંધિતોને કલેક્ટર નિનામાએ સૂચના આપી હતી.


રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લાસનાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે મંજૂર થયેલી 10 કરોડની ગ્રાન્ટ અન્વયે હરસિધ્ધિ માતાજી મંદિર અને તળાવના બ્યુટીફિકેશન સાથે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અને પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા માટે 4 કરોડનું અનુદાન ફાળવાયું છે. જ્યારે ભાથીજી મહારાજ મંદિરના વિકાસ માટે 4 કરોડ અને વિશલખાડીમાં વાઇલ્ડ-લાઇડ ઇકોટુરીઝમ ડેસ્ટીનશન વિકાસ અંતર્ગત પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા માટે 2 કરોડની મંજૂરી અપાઇ છે.

X
After completion of work of the Statue of Unity, development works will be started in the district
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App