નર્મદામાં મહંતની હત્યા બાદ આજે સંતોએ આપી જળ સમાધી, કરી CID તપાસની માંગ

17 નવેમ્બરે 10 લોકોએ મહંત પર મારક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી

DivyaBhaskar.com | Updated - Nov 20, 2018, 01:34 PM

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત હત્યા બાદ આજે સંતો-મહંતોની હાજરીમાં મહંતને રામપુરા નર્મદા ઘાટ પર પૂજન કરી નર્મદા નદીમાં જળ સમાધી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા મામલે સીઆઈડી તપાસ માટે સાથે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

નર્મદામાં મહંતની હત્યા બાદ આજે સંતોએ આપી જળ સમાધી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ અભિરામદાસ ત્યાગી સાથે ખેતરમાં દબાણ કરવા બાબતે ખેડૂત સાથે ચાલતા ઝગડાની અંગત અદાવતમાં 17 નવેમ્બરે 10 જેટલા લોકોએ મહંત પર મારક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી. આ મહંતનું પોલીસે બયાન લેતા તેમણે મરતા પહેલા ગોપાલપુરાના યશપાલ ગોહિલનું નામ બોલ્યા હતા. અને બાકીના 8 થી 10 લોકો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જેના આધારે પોલીસ ફરિયાદ નોંધી હાલ હુમલા ખોરો ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આજે મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા મામલે સીઆઈડી તપાસ માટે સાથે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત
કરી હતી.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ..

સીઆઈડી તપાસ માટે સાથે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત  કરી
સીઆઈડી તપાસ માટે સાથે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત કરી
17 નવેમ્બરે 10 લોકોએ મહંત પર મારક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી
17 નવેમ્બરે 10 લોકોએ મહંત પર મારક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી
X
સીઆઈડી તપાસ માટે સાથે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત  કરીસીઆઈડી તપાસ માટે સાથે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત કરી
17 નવેમ્બરે 10 લોકોએ મહંત પર મારક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી17 નવેમ્બરે 10 લોકોએ મહંત પર મારક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App