નાંદોદ કમોદીયા ગામમાં 108માં મહિલાની ડિલિવરી, ગ્રામજનોને હોસ્પિટલે જવામાં મુંશ્કેલી

જ્યાં મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા એવા અંતરિયાળ ગામમાં પહોંચી 108, ગર્ભવતી મહિલાની સફળ ડિલિવરી

DivyaBhaskar.com | Updated - Jul 26, 2018, 04:51 PM
Delivery of 108 Ambulance women in Nandod kamodia village
રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી દર્દીને દવાખાના સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીમાં કોકવાર જીવ પણ ખોવાનો વારો આવે છે. ત્યારે હાલ નાંદોદ તાલુકાના એકદમ અંતરીયાળ એવા બારખડી કમોદીયા ગામ કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ આવતા નથી ત્યાંની એક ગર્ભવતી મહિલાને અચાનક લેબર પેઈન ઉપડતા 108ને બોલાવી હતી, કોલ આવતા ત્યાં પહોચેલી 108ની ટીમે ગર્ભવતી મહિલાની તપાસ કરતા બાળકના પગ બહાર દેખાતા હોસ્પિટલ સુધી લાવવાનો સમય ન હતો સાથે જોખમ લેવા જાય ત્યારે મહિલા કે બાળકનો જીવ ગુમાવવાનો વારો આવે જેથી સમય સુચકતા વાપરી 108ના ઈ.એમ.ટી સરોજબેન રાવળે પોતાની સૂઝબૂજ વાપરી માતા અને બાળકના જીવનને પ્રાધાન્ય આપી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકને જોખમ માંથી ઉગારી લીધા હતા. ત્યારબાદ બંનેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી આગળની સારવાર આપવામાં આવી હતી. ત્યારે નર્મદા જેવા પછાત અને અંતરિયાળ ગામો ધરાવતા આ જિલ્લા માટે 108 હંમેશા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. (અહેવાલ,તસવીર- પ્રવિણ પટવારી)

X
Delivery of 108 Ambulance women in Nandod kamodia village
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App