Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » નર્મદામાં પ્રમુખ તરીકે દામુ વસાવા ઉપપ્રમુખ વનીતા વસાવા | Damu Vasava Congress's candidate as president in Narmada district panchayat

નર્મદામાં પ્રમુખ તરીકે દામુ વસાવા ઉપપ્રમુખ વનીતા વસાવાની વરણી

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:50 PM

ભાજપના ઉમેદવા ઉપ પ્રમુખ જયંતિ વસાવા સહિતના કોંગ્રેસ ના આગેવાનો બીટીપીના આગેવાનો હાજર રહરે ફોર્મ પાછુ ખેચતા બંને બિનહરીફ

  • નર્મદામાં પ્રમુખ તરીકે દામુ વસાવા ઉપપ્રમુખ વનીતા વસાવા | Damu Vasava Congress's candidate as president in Narmada district panchayat

    રાજપીપલા: નર્મદા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના દામુ વસાવા અને ઉપ પ્રમુખ તરીકે જેડીયુના વનીતા વસાવા બિનહરીફ ચૂંટાઇ આવ્યાં છે. ભાજપના બંને ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેતા બુધવારે ચૂંટણીની ઔપચારિકતા પુરી કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે દામું વસાવાએ અને ઉપપ્રમુખ પદ માટે જેડીયું ( બિટીપી) ના વનિતાબેન વસાવાએ જ્યારે ભાજપ તરફથી પ્રમુખ પદ માટે કિરણ વસાવાએ તથા ઉપપ્રમુખ પદ માટે પર્યુશા વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ભાજપ તરફથી પ્રમુખ પદ માટેના ઉમેદવાર કિરણ વસાવાએ અને ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર પર્યુશા વસાવાએ પોતાની ઉમેદવારી નિયત સમયમાં પરત ખેંચતા આજની ચૂંટણી ઔપચારિક બની ગઈ હતી.

    ભાજપના ઉમેદવારે ફોર્મ પાછુ ખેચતા બંને બિનહરીફ


    જીલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા કલેકટર દ્વારા નર્મદા જિલ્લા પંચાયતમાં આગામી પ્રમુખ તરીકે કોંગ્રેસના દામુભાઇ હિરીયાભાઇ વસાવા અને ઉપપ્રમુખ તરીકે જેડીયું( બિટીપી)ના વનીતાબેન વસાવા બિનહરીફ જાહેર થયા છે. જોકે આ ચુટણી પ્રક્રીયામા ભાજપના સભ્યો ગેરહાજર રહ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પી.ડી.વસાવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા સહિતના કોંગ્રેસ ના આગેવાનો બીટીપીના આગેવાનો હાજર રહ્યાં હતા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending