કરજણ ડેમના નીર રૂલ લેવલને પાર કરી 109.32 મીટરે પહોંચ્યાં

Crossed the lower level of Karjhan dam to 109.32 meters
Pravin Patwari

Pravin Patwari

Aug 19, 2018, 12:30 AM IST

રાજપીપળા: દેડીયાપાડા તથા સાગબારામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમની સપાટી 109.17 મીટરના રૂલ લેવલને પાર કરીને 109.32 મીટરે પહોંચી જતાં ગમે ત્યારે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવે તેવી શકયતા છે. કરજણ ડેમ 70 ટકા ભરાઇ જતાં તેને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે.


કરજણ ડેમના ઉપરવાસમાંથી 5,021 કયુસેક પાણી આવી રહયું છે જેના કારણે ડેમની સપાટી 109.17 મીટરના રૂલ લેવલને પાર કરીને 109.32 મીટરે પહોંચી છે. કરજણ ડેમના પાણી અત્યારે રૂલ લેવલથી 15 સેમી જેટલા વધી ગયાં છે. ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. હવે રૂલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે દરવાજા ખોલીને કરજણ નદીમાં પાણી છોડવામાં આવશે. હજુ ત્રણ દિવસની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે જો ભારે વરસાદ પડ્યો તો કરજણ ડેમને નુકશાનના થાય એ માટે પાણી છોડવાની નોબત આવે તેમ છે.

ડેમના કા.પા ઈજનેર એચ.કે મોટાવર, એ.વી મહાલે સહીતના અધિકારીઓ કરજણ ડેમની ચારે બાજુથી નિરીક્ષણ કર્યું હતું. ડેમ 70 ટકા ભરાયો હોવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાના કલેકટર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. ડેમના હાઇદ્રોપાવર સ્ટેશનમાં 421 કયુસેક પાણી વાપરીને વીજ ઉત્પાદન કરાઇ રહયું છે.

વોર્નિંગ સ્ટેજ શું હોય છે

રાજયમાં આવેલા તમામ ડેમ માટે સરકાર તરફથી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. કોઇ પણ ડેમ 70 ટકા ભરાઇ તો વોર્નિંગ સ્ટેજ, 80 ટકા ભરાઇ તો એલર્ટ સ્ટેજ અને 90 ટકા ભરાઇ તો તેને હાઇ એલર્ટ સ્ટેજમાં મુકવામાં આવે છે. આ તમામ સ્ટેજમાં ડેમમાંથી પાણી છોડાવાની શકયતાઓ હોવાથી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી અને સલામતીના પગલા ભરવા માટે તંત્ર તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ કરવામાં આવે છે. (તસવીર અને અહેવાલ: પ્રવિણ પટવારી, રાજપીપળા)

X
Crossed the lower level of Karjhan dam to 109.32 meters
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી