ભાજપની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં રાજપીપળામાં કોંગ્રેસના ધરણા, સરકાર વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચારો

DivyaBhaskar.com

Nov 22, 2018, 04:19 PM IST
Congress protest against BJP government in rajpipla

રાજપીપળાઃ ગુજરાતમાં ખેડૂતોની ટેકાના ભાવને લઇ હાલત કફોડી બની છે અને ભાજપ સરકાર પણ મગફળીનાં ટેકાના ભાવ જાહેર કર્યા બાદ પણ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવતી નથી. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય વ્યાપી ધરણાનો કર્યક્રમ આપવામાં આવ્યો હતો, ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

ભાજપની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં રાજપીપળામાં કોંગ્રેસના ધરણા

આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી. ડી.વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરે નહીં તો કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલનો કરશે. દેશમાં ચાર રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને 2019માં પણ જનતા આ જૂઠ્ઠી સરકારને ઘર ભેગી કરશે એ વાત ચોક્કસ છે.

ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળંદ, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, ઉપપ્રમુખ જયંતિ વસાવા, પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલ, મહિલા પ્રમુખ મનીષા વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ધારણા પર બેઠા હતા અને સરકાર વિરોધી સૂત્રોચાર પણ કર્યા હતા.

X
Congress protest against BJP government in rajpipla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી