Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » Chinkuva village will get primary amenities after 70 years

રાજપીપળાઃ ચીનકુવા ગામને 70 વર્ષ બાદ પ્રાથમિક સુવિધાઓ મળશે

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:51 PM

ગરુડેશ્વર તાલુકામાં આવેલા 500 લોકોની વસતી ધરાવતાં ગામમાં રસ્તા, પાણી અને વીજળીનો અભાવ

  • Chinkuva village will get primary amenities after 70 years

    રાજપીપળા: આઝાદીના 70 વર્ષ બાદ પણ ગરુડેશ્વર તાલુકાનું ચિનકુવા ગામ વિકાસથી વંચીત છે.જ્યાં પાયાની કોઈ સુવિધાઓ પહોંચી જ નથી, આ ગામની 500ની વસ્તી હોવા છતાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય કોઈ સવલત આજદિન સુધી ગામલોકોને મળી નથી. પાયાની સુવિધાનો આભાવનો અહેવાલ સૌ પ્રથમવાર દિવ્યભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલની અસરથી તંત્ર જાગ્યું અને શાળાનું પાકું મકાન, પાણીની સુવિધા, ગામ સુધી રસ્તો ગામમાં આરોગ્ય કેન્દ્ર સહીત ની સુવિધાઓ બનાવવા તંત્રએ હાલ સર્વે હાથ ધર્યો છે.
    ભારતના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં દેશના 115 જેટલા જિલ્લાઓને પછાત જાહેર કરાયા છે અને જેમાં નર્મદા જિલ્લો પણ છે. જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે જરૂરી આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પાણી, ખેતી, સિંચાઈ, સહીત ની કેટલીક મુખ્ય જરૂરિયાતો આપવાના હોય જે અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ આ યોજના પર કામગીરી ચાલી રહી છે.


    માથાવાળી ગામનું એક ફળિયું ગણાતું એક ગામ જેની વસ્તી 500ની છે ત્યાં કોઈ સુવિધા નથી આ બાબતની ગંભીર નોંધ નર્મદા કલેકટર આર.એસ.નિનામાએ લીધી અને વહીવટી તંત્રની ટીમો કામે લગાડી છે. ગામમાં જવાય એવો રસ્તો, પાણીની સુવિધા, શાળાનું પાકું મકાન, આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ ઉભી કરવા બાબતે એક બેઠક મળી હતી. જેમાં ગરુડેશ્વર સર્કલ એસ.આર.વસાવા, તલાટી નિશાબેન, CRC રણજીત સિંહ, BRC સુરેશ મકવાણા સરપંચ રમીલાબેન તડવી, ડેપ્યુટી શંકર વસાવા સહીત ગ્રામજનો હાજર રહયાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending