Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » Break on the performance of Rajpipla-Ankleshwar Forlan Road

રાજપીપળા-અંકલેશ્વર ફોરલેન રોડની કામગીરી પર બ્રેક

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:32 AM

રેલવેએ તેની હદની જમીન માટે નાણાંની માંગણી કરી કામ બંધ કરાવ્યું : રોડની 70% કામગીરી પૂરી થયા બાદ રેલવે તંત્રની આંખ ઉઘડી

  • Break on the performance of Rajpipla-Ankleshwar Forlan Road

    રાજપીપળા: રાજપીપળાથી અંકલેશ્વર વચ્ચે નિર્માણ પામી રહેલા ફોરલેન રોડની આમલેથા અને કુમસ ગામે આવેલી જગ્યા માટે રેલવે વિભાગે નાણાની માંગણી કરતાં કામગીરી પર બ્રેક લાગી છે. રોડની 70 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે વિભાગની આંખ ઉઘડતા તેમણે કામ બંધ કરાવી દીધું છે. જિલ્લા કલેક્ટર, R & B, DLR વિભાગ મળીને નક્કી કરે અને રેલવેની આ જમીન ના રૂપિયા ચૂકવે તો આ કામ આગળ ધપે તેમ છે.


    બનાવની વિગતો અનુસાર નાંદોદ તાલુકાના કુમસગામ અને આમલેથા પાસે રોડ પરની જગ્યાએ રેલવે વિભાગની છે અને તેમની પાસે તેના પુરવા પણ છે. જોકે વર્ષોથી આ જમીન પર રોડ બનાવેલો હોય માર્ગ અને મકાન વિભાગ પોતાની માલિકી સમજી આજુબાજુની જમીન નિયમ મુજબ પહોળી કરીને ફોરલેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.


    ખાનગી કોન્ટ્રાકટ કંપનીએ કામ શરૂ કરી 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દીધી છે. હવે જેના પર ડામર કામ કરવાનું બાકી હતું ત્યારે અંકલેશ્વર પૂર્વ રેલવે ના આધિકારીઓ આવી કામ બંધ કરાવી પોતાની જમીન ને આંતરી થાંભલા રોપી આડસ કરી લેવામાં આવી. આ અવરોધને કારણે રસ્તાની કામગીરી પર બ્રેક વાગી છે અને કામ થંભી ગયું છે.

    કલેકટરને દરખાસ્ત મોકલવામાં આવી છે


    રોડ મોટાભાગે બની ગયો ત્યારે હવે રેલવે વિભાગ આવીને કામ અટકાવે છે કે અમારી જમીન છે. જિલ્લા કલેક્ટર ને દરખાસ્ત મોકલી છે. હવે જમીન માપણી કરી ને હુકમ કરશે તે મુજબ રૂપિયા ભરી માર્ગ અને મકાન વિભાગ પોતાની જમીનની માલિકી મેળવશેપછી કામગીરી ચાલુ થશે. - બી.એ.પાડવી, ના.કા.ઈ, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપલા


    બે વિભાગની લડાઇમાં અમારો મરો થયો છે


    બે વિભાગોની લડાઈ માં અમારે પીસાવાનો વારો આવ્યો છે. રેલવે કહે છે કે અમારી જમીન અને માર્ગ મકાન કે અમારી જમીન છે. રોડની પૂર જોશમાં ચાલતી કામગીરીમાં બ્રેક વાગી છે. જો બે મહિના ખેંચાઈ તોઅમને ફટકો પડશે., બંને સરકારી વિભગો અને સરકારી જમીન છે તો સમાધાન કરી કામ ચાલુ રાખે તો નિયત સમયે કામ પૂર્ણ થઇ શકે તેમ છે. - યોગેન્દ્રસિંહ વાઘેલા, અધિકારી, આર.કે.સી. કંપની

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending