સ્ટેચ્યૂ ઓફ યુનિટી/ સરદાર સરોવરમાં બોટિંગ શરૂ, હજારો લોકોએ 30 કિમીની સફર કરી

DivyaBhaskar.com

Nov 28, 2018, 03:16 PM IST
Boating Facility Started At Statue Of Unity, Over 1500 People Traveled
હજારો લોકોએ 30 કિમીની સફર કરી
હજારો લોકોએ 30 કિમીની સફર કરી
આગામી દિવસોમાં વોટરબાઇક અને કેપ્સ્યુલ બોટ શરૂ કરાશે
આગામી દિવસોમાં વોટરબાઇક અને કેપ્સ્યુલ બોટ શરૂ કરાશે
Boating Facility Started At Statue Of Unity, Over 1500 People Traveled

રાજપીપળા: કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આર્કષણ વધારવા માટે સરદાર સરોવરમાં બોટીંગ સેવા શરૂ કરવામાં આવી છે. ચાર દિવસમાં હજારો પ્રવાસીઓએ સરદાર સરોવરમાં 30 કિમી ફરવાનો આનંદ ઉઠાવ્યો છે. આગામી સપ્તાહમાં વિયરડેમ પાસે નર્મદા નદીમાં કેપ્સ્યુલબોટ અને વોટર બાઈક પણ શરૂ કરવામાં આવશે.

ચાર દિવસમાં 1,500 લોકોએ સરોવરની 30 કિમીની સફર કરી

સરદાર સરોવરમાં હાલ નર્મદે હર બોટિંગ રિસોર્ટ દ્વારા બે બોટો મુકવામાં આવી છે. જેમાં 1 બોટ 100 અને બીજી 30 પ્રવાસીઓની કેપેસીટી વાળી છે. પ્રવાસીઓને મહારાષ્ટ્રની બોર્ડર સુધી લગભગ 30થી 40 કિમિ સુધી એક કલાકનો ફેરો મરાવવામાં આવી રહયો છે. આ બોટિંગ પોઇન્ટ પર જવા A ફ્રેમના ચેકીંગ પોઇન્ટ પર જવાનું રહેશે.બોટીંગ પોઇન્ટ સુધી પહોંચવા વિના મુલ્યે બસ સેવા રાખવામાં આવી છે. માત્ર બોટિંગ ના 250 રૂપિયા વ્યક્તિ દીઠ અને બાળકો, આર્મી મેન અને સિનિયર સિટીજન માટે 100 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.

આગામી દિવસોમાં વોટરબાઇક અને કેપ્સ્યુલ બોટ શરૂ કરાશે

સંચાલક દુષ્યંતસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે નર્મદા બંધના પાછળના ભાગે પ્રથમવાર આ બોટિંગ સુવિધા કરવામાં આવી છે. હાલમાં પ્રવાસીઓ માટે બે બોટો સરદાર સરોવરમાં મુકવામાં આવી છે. નર્મદા નદીમાં આગળના ભાગે વિયરડેમ પાસે જ્યાં રોક ઓછા છે પાણીની ઊંડાઈ વધુ છે ત્યાં કેપ્સ્યુલ બોટ અને વોટર બાઈક પણ મુકવામાં આવશે.

(તસવીર અને અહેવાલ- પ્રવીણ પટવારી, રાજપીપળા)

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
Boating Facility Started At Statue Of Unity, Over 1500 People Traveled
હજારો લોકોએ 30 કિમીની સફર કરીહજારો લોકોએ 30 કિમીની સફર કરી
આગામી દિવસોમાં વોટરબાઇક અને કેપ્સ્યુલ બોટ શરૂ કરાશેઆગામી દિવસોમાં વોટરબાઇક અને કેપ્સ્યુલ બોટ શરૂ કરાશે
Boating Facility Started At Statue Of Unity, Over 1500 People Traveled
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી