Home » Daxin Gujarat » Latest News » Narmada » પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસઃ કર્યું 10 લાખથી વધુ કાપડની થેલીનું વિતરણ | Avoid using plastic bags Distribution of 10 lakh bags of textile

પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસઃ કર્યું 10 લાખથી વધુ કાપડની થેલીનું વિતરણ

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 11:14 AM

પર્યાવરણ જાગૃતિ માટે છેલ્લા 10 વરસથી મહેન્દ્ર પ્રજાપતિનો અનોખો પ્રયાસ

  • પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસઃ કર્યું 10 લાખથી વધુ કાપડની થેલીનું વિતરણ | Avoid using plastic bags Distribution of 10 lakh bags of textile
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે મંગળવારે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. જેમાં લોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે તો ક્યાંક રેલીઓ કાઢી લોક જાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે. પરંતુ આ બધા માત્ર દેખાવ માટેના પ્રયાસો કહી શકાય તેમ છે. જ્યારે રાજપીપળા નજીક આવેલાં માંગરોલ ગામના મહેન્દ્ર પ્રજાપતિ છેલ્લાં 10 વર્ષથી લોકોમાં પર્યાવરણ અંગે જન જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. તેમણે છેલ્લાં 10 વર્ષમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા માટે 10 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ કર્યું છે.

    પ્લાસ્ટિકની થેલીઓનો બહિસ્કાર કરવા સૌને આહવાન


    રાજપીપલા નજીક માંગરોલ ગામના મહેદ્ર પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ બચાવની જાગૃતિ લાવવા માટે રથ લઇ ગામે ગામ ફરે છે. અને વાર તહેવારે જાહેર મેળાઓમા કે રાજપીપળાની શાક મર્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓનો બહિસ્કાર કરવા સૌને આહવાન કરી કાપડની થેલીનુ મફત વિતરણ કરે છે. આત્યાર સુધીમા સેવાભાવી મહેન્દ્ર પ્રજાપતિએ 10 લાખથી વધુ થેલી છપાવીને વિતરણ કરી છે.

    સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ બચાવો


    અત્રે ઉલ્લેખનીય છે કે આ જે થેલી તેઓ છપાવે છે જેના પર બેટી પઢાવો, બેટી બચાવો , સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ બચાવો જેવી સ્લોગન છપાવી લોકોમાં જાગૃતિ લવવાની કોશીશ કરે છે. વહિવટી તંત્ર અને એનજીઓ મંગળવારે વિશ્વ પર્યાવરણ દિન ઉજવશે પરંતુ મહેન્દ્ર પ્રજાપતિએ વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણીના એક સપ્તાહ પહેલાથી એક લાખ કાપડની થેલીઓ છપાવી લોકોને આપી જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. (તસવીર- પ્રવિણ પટવારી)

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસઃ કર્યું 10 લાખથી વધુ કાપડની થેલીનું વિતરણ | Avoid using plastic bags Distribution of 10 lakh bags of textile
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસઃ કર્યું 10 લાખથી વધુ કાપડની થેલીનું વિતરણ | Avoid using plastic bags Distribution of 10 lakh bags of textile
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ