Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » ગરૂડેશ્વરના વઘરાલીમાં કવોરીમાં બ્લાસ્ટિંગથી ભયનો માહોલ | Atmosphere of fear garudeshvar of quarry blasting

ગરૂડેશ્વરના વઘરાલીમાં કવોરીમાં બ્લાસ્ટિંગથી ભયનો માહોલ

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:51 PM

પથ્થરો તોડવા કરાતા ધડાકાઅોથી મકાનોના પાયા હચમચી ગયાં: ક્વોરી આસપાસ રહેતા 61 પરિવારોની હાલત કફોડી બની

  • ગરૂડેશ્વરના વઘરાલીમાં કવોરીમાં બ્લાસ્ટિંગથી ભયનો માહોલ | Atmosphere of fear garudeshvar of quarry blasting

    રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામે બ્લેકટ્રેપ ( કપચી)ના ખનન માટે કરવામાં આવતાં બ્લાસ્ટિંગથી મકાનોને નુકશાન થઇ રહયું હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. લીઝ બંધ કરાવવાની માંગ સાથે ગામલોકોએ શનિવારે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. લીઝની આસપાસ રહેતા 61 પરિવારોની હાલત કફોડી બની હોવાથી તેમણે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. વઘરાલી ગામે બ્લેક ટ્રેપની લીઝ આવેલી છે અને જ્યાંથી લીઝધારક જીલેટીન સ્ટીકથી મોટા બ્લાસ્ટિંગ કરી રોજની 10 થી 15 જેટલી ટ્રકો ભરીને પથ્થરો લઈ જવામાં આવે છે.

    ક્વોરી આસપાસ રહેતા 61 પરિવારોની હાલત કફોડી બની

    છેલ્લા ઘણા સમયથી આડેધડ બ્લાસ્ટિંગ કરવામાં આવતા લીઝની આસપાસના મકાનોને નુકશાન થઇ રહયું છે. સાથે સાથે ગામના કૂવાના જળસ્તર પણ નીચા જતા રહ્યા છે. કવોરી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, સરપંચ પંકજ તડવી સહિત દક્ષા તડવી, સલીમ ઠાકોર, દિનેશ તડવી અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં. ગામના 61 પરિવારો ક્વોરી અને લીઝથી મુશ્કેલીમાં મુકાયા હોવાની રજૂઆત કરાઇ છે. યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.

    તંત્ર કોઇ પગલાં જ ભરતું નથી
    અમારા ગામમાં ચાલતી કવોરીને બંધ કરાવવા માટે બે સપ્તાહ પહેલા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પણ આજદિન સુધી કોઇ જ પગલાં ભરાયાં નથી. આજે કલેકટરને રજૂઆત કરી છે. જો કવોરી બંધ નહિ થાય તો ગામલોકો આગામી દિવસોમાં જેસીબીથી ખાડા પાડી કામ અટકાવી આંદોલન કરીશું. - પંકજ તડવી, સરપંચ, વઘરાલી


    તપાસના આદેશ આપવામાં આવ્યાં છે

    વઘરાલી ગામના લોકોની બ્લાસ્ટીંગ અંગેની રજૂઆત મળી છે. કવોરી કાયદેસર છે કે ગેરકાયદેસર તેની તપાસ માટે આદેશ કર્યો છે. કવોરી સંચાલકને પણ મંગળવારે કલેકટર કચેરીએ બોલાવવામાં આવ્યાં છે. - આર.એસ.નિનામા, કલેકટર, નર્મદા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending