Home » Daxin Gujarat » Latest News » Narmada » At Almawadi village the girl died due to overdose of medicine

અલમાવાડી ગામે યુવતીએ દવાનો ઓવરડોઝ લેતાં મોત

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 03:38 AM

ઝાડા-ઉલટી થતાં સારવાર માટે વડોદરા ખસેડાઈ હતી મૃતકે આત્મહત્યા કરી છે કે કેમ તે દિશામાં તપાસ

  • At Almawadi village the girl died due to overdose of medicine

    પ્રતીકાત્મક તસવીર

    રાજપીપળા: ડેડીયાપાડાના અલમાવાડી ગામે શક્તિની વધુ પડતી ગોળીઓ લઇ લેતાં યુવતીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. તેણે વધુ પડતી ગોળીઓ ખાઈ જતા રિએક્શન આવ્યું અને ઝાડા ઉલટી થઇ જતાં સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે દવા કબજે કરી છે તેમજ યુવતીએ આત્મહત્યા કરી છે કે કેમ તેની પણ તપાસ આદરી છે.


    અલમાવાડી ગામે રહેતી 23 વર્ષીય દક્ષા દિવ્યેશ વસાવા શક્તિવર્ધક દવા લેતી હતી.પરંતુ કોઈ કારણસર દક્ષાએ 28 માર્ચ ના રોજ વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. જેના રીએકશન ના ભાગ રૂપે ઝાડા ઉલ્ટી થતાં પ્રાથમિક સારવાર સારૂ દેડીયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેની હાલત નાજુક જણાતા 29 માર્ચે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી જયાં તેનું મોત થયું છે. પોલીસે દવા ના સેમ્પલ લીધાં છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે કેમ તેની પણ તપાસ ડેડીયાપાડા પોસઈ વી.એસ. ગઢવીએ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ