આંગણવાડીમાં અનાજ સડેલું આવે તો પોષણ ક્યાંથી મળ‌ે : સપ્લાયર કોન્ટ્રાક્ટરો જ ગુંડા છે

દેડીયાપાડામાં પોષણ અભિયાનના કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનો
દેડીયાપાડામાં પોષણ અભિયાનના કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનો
Bhaskar News

Bhaskar News

Sep 07, 2018, 12:14 AM IST

રાજપીપળા: રાજયની આંગણવાડીઓમાં ભોજન માટે અનાજ જ સડેલુું આવે છે તો પોષણ કયાંથી મળે તેમ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે. દેડીયાપાડા ખાતે આયોજીત પોષણ અભિયાનના કાર્યક્રમમાં તેમણે તીખા તેવર અપનાવી સરકાર સામે જ મોરચો ખોલી નાંખ્યો હતો. તેમણે કોન્ટ્રાકટરો અને અધિકારીઓને મંચ પરથી આડેહાથ લેતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. તેમણે આંગણવાડી અને આશાવર્કર બહેનોને ઓછુ મહેનતાણુ આપી શોષણ થતું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, પોષણ અભિયાનમાં પોષ્ટીક આહાર જ મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ મધ્યાહન ભોજન અને આંગણવાડીઓમાં આવતું
અનાજ સડેલું આવે છે. અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરો ગુડાંઓ છે.

જે સમયસર અનાજ સપ્લાય કરતા નથી અને સડેલું અનાજ આપે છે. જે કોઈપણ ભોગે ચલાવી નહી લેવાય. આવી કોઇ પણ ફરિયાદ હોય તો મને જણાવો.

વધુમાં તેમણે આંગણવાડી આશા બહેનો ખુબ કામ કરે છે જેમના કામ પ્રમાણે વેતન ન આપી તેમનું શોષણ કરવામાં આવી રહયું છે.
તેમણે સરકારમાં ચાલી રહેલી લાલીયાવાડીની પોલ ખોલતા કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો.
કાર્યક્રમમાં જેમાં યુનિસેફના કન્ટ્રી હેડ યાસમીન અલી હક,રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં ગુજરાત હેડ ગૌરવ દહીંયા,કલેક્ટર આર.એસ.નિનામા, ડીડીઓ ડો.જીન્સી વિલિયમ, આઈસીડીએસ આધિકારી આર.આર.ભાભોર સહીત પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, શંકર વસાવા, ભારતીબેન તડવી, સહિતના આધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.


અનામત બાબતે કોઇ નેતા કેમ બોલતા નથી


આદિવાસીઓનો વિકાસ જોઈએ તેટલો થયો નથી. કરોડો રૂપિયા આદિવાસીઓના નામે ખર્ચાયા છે પણ પરિણામ મળ્યું નથી. આદિવાસીઓના સર્ટિફિકેટ મેળવી બિન આદિવાસીઓ નોકરીઓ કરે છે. હું આ બાબતે અવાજ ઉઠાવું છું પણ બીજા આદિવાસી નેતાઓ કાંઈ જ બોલ્યા જ નહીં. એવું કેમ આદિવાસીઓના હિત માટે એકલો હું જ કાફી છે તેમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.


પોલીસવાળા બૂટલેગરોને કહે છે, સાંસદે રજૂઆત કરી છે


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સરકારની દારૂબંધી પર સવાલો ઉઠાવ્યાં હતાં. ઇંગ્લીશ દારૂમાં કેમિકલ નાખવામાં આવે છે અને લોકો ખલાસ થાય છે. પોલીસ દારૂ માટે રેડ પાડે અને પોલીસવાળા બુટલેગરોને જઈને કહે છે કે મનસુખ વસાવાએ સંકલનની બેઠક માં રજુઆત કરે છે એટલે રેડ કરવી પડે છે આવા નાલાયક છે તેમ કહી પોલીસ પર રોષ ઠાલવ્યો છે.

X
દેડીયાપાડામાં પોષણ અભિયાનના કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનોદેડીયાપાડામાં પોષણ અભિયાનના કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી