પોઈચા ફરવા ગયેલા અમદાવાદના પાટીદાર યુવકનું નર્મદામાં ડૂબી જતા મોત

અમદાવાદ હીરાવાડીની વંદના પાર્ક -2 માં રહેતા જયેશ પરસોત્તમ પટેલનું પોઇચા નર્મદા નદીમાં ડૂબી જતા મોત

DivyaBhaskar.com | Updated - Jun 15, 2018, 08:44 PM
Ahemdabad Patidar Youth Drowned In Narmada River, Death
રાજપીપળા: નર્મદા જિલ્લાના અનેક સ્થળોએ પ્રવાસીયો ફરવા કે બાધા પુરી કરવા આવતા હોય છે ત્યારે ગુરુવારે અમદાવાદની વંદનપાર્ક વિભાગ -2 ના રૂમ નં.બી- 61માં રહેતા 35 વર્ષીય જયેશ પરસોત્તમ પટેલ પરિવાર સાથે પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. પોઇચાની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને ત્યાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. બુમાબુમ કરતા સ્થાનિક લોકોએ એમને પાણીમાંથી બહાર કાઢ્યા અને 108 દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા પરંતુ ફરજ પરના તબીબે એમને મૃત જાહેર કરતા રાજપીપળા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

X
Ahemdabad Patidar Youth Drowned In Narmada River, Death
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App