Home » Daxin Gujarat » Latest News » Narmada » A team of commission from Delhi came to Narmada to investigate the land of tribal

નર્મદામાં આદિવાસીઓની જમીનની તપાસ માટે દિલ્હીથી આયોગની ટીમ આવી

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 03:05 AM

જમીન પચાવી પાડવાની 50થી વધારે ફરિયાદો સરકારે સંપાદિત કરેલ જમીનની પણ તપાસ

  • A team of commission from Delhi came to Narmada to investigate the land of tribal
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: નર્મદા જિલ્લામાં આદિવસીઓની જમીનો અંગેની ફરિયાદોને લઈને આદિવાસી આયોગની ટીમ તપાસ માટે આવી છે. આદિવાસીઓ ની જીવન નિર્વાહની જમીન સરકારે સંપાદન કરી હોય કે કોઈ અન્ય ખેડૂતોએ પચાવી પાડી હોય તેની તપાસ કરવામાં આવી રહી છે. નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા ના 50 થી વધુ ખેડૂતોએ કેન્દ્રીય અ.જા.જ આયોગ માં ફરિયાદ કરી હતી.


    નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂત કે જેઓ ખેતી પર નિર્ભર છે તેવા ખેડૂતો પાસેથી કિંમતી જમીનો સરકારે સંપાદન કરી ને કબ્જો કરી લીધો છે છતાં વળતર કોઈ ચુકવ્યું નથી. સાથે કેટલાક ખેડૂતો ની જમીનો અન્ય ખેડૂતોએ કબ્જે કરી રાખી છે અને મૂળ ખેડૂતને સોંપવામાં આવતું નથી, ખેડૂતોએ સ્થાનિક તાલુકા મથકે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈએ સાંભળ્યું નહીં એટલે આ ખેડૂતોએ કેન્દ્રીય આદિજાતિ આયોગ નો દ્વાર ખખડાવી ન્યાય માંગ્યો હતો.

    દિલ્હી થી આયોગની ટીમો નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવી છે. જેમાં નાંદોદના વડિયા, વાવડી, સુંદરપુરા સહીત ડેડીયાપાડા અને સાગબારા ના ગામો ની પણ સ્થળ તપાસ કરી હતી. આયોગના ડે.સેક્રેટરી જેમ કુટ્ટી, વહીવટી આધિકારી આર.આર.મીના, ડિરેક્ટર હર્ષદ વસાવા, સ્થાનિક કક્ષાએ થી પ્રયોજના વહીવટદાર, મામલતદાર, જિલ્લા રજીસ્ટાર સહીત હાજર રહીને કામગીરી કરી હતી.

    આદિવાસી ખેડૂતોની હાલત દયનીય છે


    નર્મદા જિલ્લામાંથી અનેક આદિવાસી ખેડૂતોની ફરિયાદ આયોગને મળી હતી. જેના આધારે ચેરમેનની સૂચનાથી અમે વિઝીટ કરી છે., જે જોતા આદિવાસી ખેડૂતોની દયનિય પરિસ્થિતિ છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી જરૂરી નિર્ણય કરીશું પણ એટલું ચોક્કસ છે આદિવાસીઓ સાથે અમે અન્યાય નહિ થવા દઈએ. - જેમ કુટ્ટી, ડે.સેક્રેટરી

    તસવીરો, પ્રવિણ રટવારી

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લઈડ્સ પર ક્લિક કરો...

  • A team of commission from Delhi came to Narmada to investigate the land of tribal
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • A team of commission from Delhi came to Narmada to investigate the land of tribal
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • A team of commission from Delhi came to Narmada to investigate the land of tribal
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ