સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓની પડાપડી: ટિકિટ લેવા 2 કિમીની લાઈન, 50 લાખની આવક

A crowd of tourists watching the Statue of Unity, income of 50 lakh
A crowd of tourists watching the Statue of Unity, income of 50 lakh

DivyaBhaskar.com

Nov 09, 2018, 02:51 PM IST

કેવડિયા: દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. હાલ ટિકિટ મેળવવા 2 કિમી જેટલી લાંબી લાઈન લાગે છે. મળતી માહિતી પ્રમાણે હજૂ સૂધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓથી નિમગને 50 લાખથી પણ વધુની આવક થઈ છે.


બસ સુવિધા ઓછી પડી


કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. નવા વર્ષે 4 વાગ્યા સૂધી 16036 પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે આજના દિવસે 20 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાશે. પ્રવાસીઓ વધતા બસ સુવિધા પણ ઓછી પડી રહી છે.


ટેન્ટ સીટીમાં 70 ટકા રૂમ બુક

કેવડિયામાં આવેલી ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ 70 ટકા ટેન્ટ બુક કરાવી દીધાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 250 ટેન્ટની ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસફુલના પાટિયા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જેથી આ ત્રણ દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલાથી એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. નર્મદા ડેમ વિસ્તારોમાં અંદર તળાવ 3 પાસે અને તળાવ 4 પાસે બે ટેન્ટ સીટી છે ટેન્ટ સીટીના સંચાલકને પણ ખાસ ચેકિંગ અને આવનાર પ્રવાસીઓની આઈડેન્ટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

X
A crowd of tourists watching the Statue of Unity, income of 50 lakh
A crowd of tourists watching the Statue of Unity, income of 50 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી