જુનારાજ પાસે ટેમ્પો પલટી જતાં માછી સમાજના 35 લોકોને ઇજા

મંદિરથી થોડે દૂર વળાંક પર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો ત્રણ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી વડોદરા રીફર કરાયાં

Pravin Patvari

Pravin Patvari

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:13 AM
35 people injured in tempo disorder in Rajpipla

રાજપીપળા: રાજપીપળાના શ્રધ્ધાળુઓનો ટેમ્પો જુનારાજ ગામ નજીક પલટી જતાં 35થી વધારે લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. લીમડાચોક અને નવાફળિયાના માછી સમાજના લોકો રવિવારની રજા હોવાથી ઢેંકી હનુમાન દાદાના દર્શન કરવા માટે જઇ રહયાં હતાં ત્યારે મંદિરથી થોડે દુર વળાંક પર ડ્રાયવરે કાબુ ગુમાવી દીધો હતો. રાજપીપળા લીમડા ચોક અને નવાફળીયામાં રહેતા માછી સમાજના 40 થી 45 જેટલા ભક્તો રવિવારે રાજપીપળા નજીકના જુનારાજ ખાતે આવેલા ઢેંકી હનુમાન મંદિરે એક ટેમ્પો લઈ દર્શને જવા નીકળ્યા હતા.દરમિયાન મંદિર પહોંચવાના થોડેક જ આગળના વળાંક પર ટેમ્પો ચાલકે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાધો હતો.

રાજપીપળાથી ઢેંકી હનુમાન દાદાના દર્શન માટે જઇ રહ્યાં હતાં

ટેમ્પોમાં સવાર લોકોએ બુમરાણ મચતા ગામલોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.અને મહામુસીબતે ટેમ્પાને ઉભો કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અકસ્માતમાં 35 જેટલા ઇજા પામેલા લોકોને સારવાર અપાઈ હતી .તેમાંથી 2 થી 3 લોકોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનુ જાણવા મળે છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

35 people injured in tempo disorder in Rajpipla
35 people injured in tempo disorder in Rajpipla
35 people injured in tempo disorder in Rajpipla
X
35 people injured in tempo disorder in Rajpipla
35 people injured in tempo disorder in Rajpipla
35 people injured in tempo disorder in Rajpipla
35 people injured in tempo disorder in Rajpipla
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App