નર્મદા બંધના 30 દરવાજા એક મહિનો ખુલ્લા કરી સર્વિસ બાદ પુનઃ બંધ કરાયા

443 મેટ્રિક ટનના દરવાજાનું વજન ઉચકાતા કેબલ નું સેશીયલ બ્લેક ગ્રીસ થી સર્વિસ કરવામાં આવ્યા

Pravin Patwari

Pravin Patwari

Divyabhaskar.com | Updated - Jul 07, 2018, 05:32 PM
30 gates of Narmada dam are closed again after service

કેવડિયા: નર્મદા બંધના ઉપરવાસ માંથી પાણીની આવક હાલ સારી થઇ રહી છે અને જેને પગલે નર્મદા બંધની સપાટી 106 મીટર પરથી વધીને 109 મીટરે પહોચી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણી આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે નર્મદા નિગમ દ્વારા ખાનગી એજન્સી રોકી ડેમના મુખ્ય 30 દરવાજા ખોલી સમારકામ કરવામા આવતું હતુ જે કામ પુર્ણ કરી આજે પુનઃ ગેટ બંધ કરવામા આવ્યા છે.

સ્પેશિયલ બ્લેક ગ્રીસ લગાવવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે નર્મદા બંધના 30 ગેટ 2012માં લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ બંધ કરવાની પરમિશન એપ્રિલ 2016માં મળતા તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ દ્વારા બંધ કરવામાં આવ્યા હતાં ત્યારથી દોઢ વર્ષ બાદ હાલ 1 જૂનના રોજ દરવાજા ખોલી પ્રત્યેક દરવાજાનું લગભગ 443 મેટ્રિક વજન ઉચકાતા કેબલ અને દરવાજાને લાગેલા કાટને ધોઈ જેના પર સ્પેશિયલ બ્લેક ગ્રીસ લગાવવામાં આવ્યું હતું. અને અપ એન્ડ ડાઉન કરી ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું,

1 લાખ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થશે

આ 30 પૈકી 23 દરવાજા 158.30 મીટર લંબાઇ અને 16.76 મીટર પહોળાઇના તેમજ 7 દરવાજા 18.30 મીટર લંબાઇ તેમજ 18.30 મીટર પહોળાઇ ના છે. જેનુ કુલ વજન 13,000 મેટ્રીક ટન જેટલુ છે.અને આ દરવાજા 19 વર્ષ પહેલા 1995 મા 50 કરોડમા બનાવવામા આવ્યા હતા.આ એક ગેટ ખોલવામા આવેતો તેમાથી . આ તમામ દરવાજા ખોલી ને સાફ કરવામાં 40 કામદારો 4 ઇજનેરો અને 10 હેલ્પરો કામે લાગ્યા હતા.

X
30 gates of Narmada dam are closed again after service
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App