Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Narmada » After the construction of the Statue of Unity, Narmada district will become the center of attraction for tourists

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ નર્મદા જિલ્લો આગામી વર્ષોમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

Divyabhaskar.com | Updated - Jul 22, 2018, 08:15 PM

વાઇલ્ડ-લાઇડ ઇકોટુરીઝમ ડેસ્ટીનશન વિકાસ અંતર્ગત પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા માટે 2 કરોડ મંજૂર

  • After the construction of the Statue of Unity, Narmada district will become the center of attraction for tourists

    રાજપીપળા: નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યોં છે, ત્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ નર્મદા જિલ્લો વિશ્વ ફલક પર દેખાશે, ગરુડેશ્વર ખાતે વિયરડેમ કમ કોઝવે બન્યા બાદ નર્મદા બંધથી ગરુડેશ્વર 12 કિલોમીટરનું લાંબુ સરોવર બનશે ત્યારે હરિદ્વાર જેવો નર્મદા ઘાટ બનશે જેમાં બોટિંગ સુવિધાઓ પણ ઉભી કરાશે, નર્મદા જિલ્લામાં ટુરીઝમ સર્કિટ હેઠળ દેવમોગરા, વિશલખાડી, માલ-સમોટ, ડુમખલ, ઝરવાણી, નિનાઇ-ધોધ, કોકમ વગેરે જેવા સ્થળોની માળખાગત સુવિધા માટે ટુરીઝમ સર્કિટ તૈયાર કરવામાં આવશે.


    આ સાથે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લાનાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે મંજૂર થયેલી 10 કરોડની ગ્રાન્ટ અન્વયે હરસિધ્ધિ માતાજી મંદિર અને તળાવના બ્યુટીફિકેશન સાથે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અને પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા માટે 4 કરોડનું અનુદાન ફાળવાયું છે. જ્યારે ભાદરવા ગામે ભાથીજી મહારાજ મંદિરના વિકાસ માટે 4 કરોડના ખર્ચે મુખ્ય ગેટ, પાર્કિંગ સહીત મંદિર રીનોવેશન કરવામાં આવશે, વિશલખાડીમાં વાઇલ્ડ-લાઇડ ઇકોટુરીઝમ ડેસ્ટીનશન વિકાસ અંતર્ગત પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરવા માટે 2 કરોડની મંજૂરી અપાઇ છે.


    આમ જિલ્લાના પ્રવાસન ધામો વિકસાવવા તંત્ર સજ્જ બન્યું છે ત્યારે આગામી દિવસોમાં નર્મદા જિલ્લો મીની કાશ્મીર બની રહેશે, અને રોજના 15 થી 20 હજાર પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવશે અને સ્થાનિક લોકોને સારી રોજગારી મળી રહેશે. (અહેવાલ પ્રવિણ પટવારી)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending