કરજણ ડેમ રુલ લેવલથી પાર થતા 1200 ક્યુસેક પાણી છોડાયું, કાંઠાના વિસ્તારો એલર્ટ કરાયા

ડેમને નુકસાન ના થાય એ માટે 5 નંબરનો ગેટ 20 સેમી ખોલી 1200 ક્યુસેક પાણી છોડાયું

DivyaBhaskar.com | Updated - Jul 23, 2018, 04:45 PM
1200 cusec water released from Karjan dam

રાજપીપળા: રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમના જળાશયમાં 7,000 કયુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 106.54 મીટરે પહોંચી છે. ડેમની સપાટી 106.31 મીટરના રૂલ લેવલને પાર કરી જતાં સોમવારે ડેમના 5 નંબરના ગેટને 20 સેમી ખોલીને નદીમાં 1,200 કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. કરજણ નદીમાં પાણીની આવક થતાં લોકો નદીના નીરને જોવા ઉમટી પડયાં હતાં. કરજણ ડેમન ઉપરવાસમાં 600 સ્કવેર મીટરના કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ નોધાતા કરજણ જળાશયમાં 7000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. અને હાલ વરસાદ ચાલુ છે.કરજણ ડેમનું રુલ લેવલ 106.31મીટર છે. જ્યારે જળસપાટી 106.54 મીટર થતાં રુલ લેવલ કરતા 20 સેમી જેટલી સપાટી વધી ગઈ છેઅને હજુ પાણીની આવક ચાલુ છે.

ઉપરવાસમાં વરસાદથી જળાશયમાં 7,000 ક્યુસેક પાણીની આવક


જેથી બપોરે 3 કલાકે કરજણ ડેમના 5 નંબરનો ગેટ ખોલી 12,00 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક ઓછી થતા ગેટ બંધ કરી ફરી રુલ લેવલ મેન્ટેન કરવામાં આવશે.ડેમમાંથી પાણી છોડાતાં કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજપીપળામાં લોકો ચાલુ વરસાદે પાણી જોવા ટોળે વળ્યા હતા. જેથી રાજાપીપળા ટાઉન પોલિસ દ્વારા સુરક્ષા પણ મુકાવામા અાવી હતી કે કોઇ નદી તરફ જાય નહિ.

કાંઠા વિસ્તારના ગામોને કોઇ અસર નહીં થાય


23મીના રોજ ડેમનું રૂલ લેવલ 106.31 મીટર હતું. ઉપરવાસમાંથી પાણી આવતાં ડેમની સપાટી 106.51 મીટરે પહોંચી છે. રૂલ લેવલ જાળવી રાખવા ડેમનો એક ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. હાલના તબકકે કાંઠાના ગામો, વિસ્તારોને કોઈ નુકશાન નહિ થાય, અમે ડિઝાસ્ટર, પોલીસ સહીત ના સંબંધિત વિભાગોને ને સૂચના આપી છે. - એ.વી.મ્હાલે, કાર્યપાલક ઈજનેર, કરજણ સિંચાઈ વિભાગ

(અહેવાલ- પ્રવિણ પટવારી)

X
1200 cusec water released from Karjan dam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App