તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાટવાડા લુહાર ચકલા ખાતે 2 લાખ બટનથી શ્રીજીને શણગાર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા : રાજપીપળા નગરમાં કઈ અલગ ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા હોય ઓ ભક્તો ભાટવાડાના લુહાર ચકલામાં પહેલા જાય છે, જ્યાં ના યુવાનો એટલી મહેનત થી વિવિધ વસ્તુઓ ચોંટાડે કે તેમની મહેનત જ ગણપતિ દાદાની મૂર્તિમાં થી તેજ સ્વરૂપે છલકાય છે. અને આ સ્થળ એટલું પ્રભાવ શાલી છે કે જ્યા માનેલી મન્નત પુરી થાય છે અને દર વર્ષે બાધા પુરી થતા ભક્તો અહીંયા ગણેશજીની મૂર્તિ મૂકે છે અને જેની પૂજા આ યુવાનો કરે છે અને વિશર્જન પણ કરે છે આવી 500 જેટલી મૂર્તિઓ અહીંયા એક્સટ્રા થાય છે.

દર વર્ષે એક મહિના પહેલાથી યુવાનો મહેનત કરીને વિવિધ વસ્તુઓથી શણગારે છે

રાજપીપળા ખાતે ભાટવાડા ના હોળીચકલા યુવક મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષોથી ગણપતિ દાદાનું સ્થાપન કરવામા આવે છે અને છેલ્લા 15 વર્ષથી તો યુવાનો ખુબ મહેનત કરીને વિવિધ વસ્તુઓનું શણગાર કરીને દાદાને સુંદરતા આપે છે, આ વર્ષે તેઓ 2 લાખ વિવિધ કલરના બટનો થી મૂર્તિને સજાવી છે અને જેના દર્શને ભક્તો ની ભીડ જામી રહી છે. અગાઉ તેઓએ છીપલાં, બદામ,રાજમાં,કમળ કાકડી, મોટી, કાજુ બદામ, મોતી,વાયર, ચણોઠી, નારિયેળની છાલ, સહીત અનેક વિવિધ વસ્તુઓ થી ગણેશજીને શણગાર કરે છે. જે રાજપીપળા માં એક આકર્ષણ નું કેન્દ્ર બને છે, એ આ યુવક મંડળ એક મહિના પહેલા એક સિંહાસન પાર બિરાજમાન શ્રીજી ની મૂર્તિ લાવે જે સફેદ હોય અને બાદમાં જેના પરવિવિધ ચીજો ચોંટાડે છે. અને સુંદર રૂપ આપે છે. જેથી આ યુવાનો પર તેમની કૃપા દ્રષ્ટિ ખુબ જોવા મળે છે અને જે આશીર્વાદ દર્શન કરનાર ભક્તોને મળેછે।
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો