કરજણ ડેમના બે ગેટ બંધ કરાયાં 4,300 કયુસેક પાણીની જાવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો ઘટી જતાં બે ગેટ બંધ કરાયાં છે. બે દિવસ પહેલાં ચાર ગેટ ખોલી નાંખવામાં આવ્યાં હતાં. હાલ બે ગેટને 0.5 મીટરની સપાટીથી ખોલી 4,300 કયુસેક પાણી નદીમાં  છોડવામાં  આવી રહયું છે.નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ખાતે છેલ્લા ચાર દિવસ થી અવિરત પાણી છોડવામા આવી રહ્યુ છે અને ઉપરવાસમાં વરસાદ ધીમો થતા પાણીની આવક ઘટી છે જેથી હાલ બે ગેટ. 0.5 મીટરથી ખોલી ને 4300 ક્યુસેક પાણી કરજણ નદીમા છોડવામાં આવી રહ્યુ છે. 
 
બે દિવસ પહેલાં ચાર ગેટ ખોલવામાં આવ્યાં હતાં
 
ડેમની રૂલ સપાટી 107.15 મીટર છે જેની સામે હાલની સપાટી 107.50 મીટર રહેવા પામી હતી.ડેમના 2 અને 7 નંબરના ગેટમાંથી 4300 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.હજુ પણ ઉપરવાસમાંથી 6480 ક્યુસેક પાણી આવી રહ્યુ છે. જો પાણીની સપાટી રુલ લેવલ કરતા નીચે ઉતરી જશે પછી ગેટ બંધ કરવા પડશે ત્યાં સુધી ગેટ ખુલ્લા રહેશે. ડેમ ખાતેના બે સ્મોલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ દ્વારા પ્રતિદિન 70 હજાર યુનિટનું વીજ ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે.
 
તમામ તસવીરો પ્રવીણ પટવારી
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...