તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા ડેમ થયો ઓવરફલો, જોવા 15,000 સહેલાણીઓ ઉમટી પડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: કેવડીયા કોલોની ખાતે આવેલો નર્મદા ડેમ ઓવરફલો થઇ રહયો હોવાથી દેશભરમાંથી સહેલાણીઓ તેને જોવા આવી રહયાં છે. આજે શનિવારે 15,000થી વધુ સહેલાણીઓએ ઓવરફલો થતાં ડેમના નજારાને માણ્યો હતો. આવતીકાલે રવિવારે ડેમ સાઇટ ખાતે 40,000થી વધારે પ્રવાસીઓ આવે તેવો અંદાજ લગાવવામાં આવી રહયો છે. શનિવારે નર્મદા નિગમને 1.40 લાખની આવક મળી હતી. ડેમને જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહયાં હોવાથી કેવડીયા તથા આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો અને ગેસ્ટહાઉસો હાઉસફુલ થઇ ગયાં છે.
આજે રવિવારની રજામાં 40,000થી વધારે સહેલાણીઓ આવે તેવી શકયતાઓ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 2.48 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે. શનિવારે સવારથી ડેમ ઓવરફલો થતાં દેશભરમાંથી સહેલાણીઓ ડેમ સાઇટ ખાતે આવી રહયાં છે. તેઓ વિવિધ વ્યુ પોઇન્ટ ખાતેથી ઓવરફલો થતાં ડેમના નજારાને માણી રહયાં છે. આજે શનિવારથી રક્ષાબંધન સુધી છ દિવસના મીની વેકેશનનો પ્રારંભ થયો છે. મીની વેકેશનના પ્રથમ દિવસે 15,000થી વધારે સહેલાણીઅો ડેમ સાઇટ ખાતે આવ્યાં હતાં.
નર્મદા બંધ શનિવારે મધ્ય રાત્રે 3.20 કલાકથી ઓવરફલો થઇ રહયો છે અને એક સપ્તાહમાં 1 લાખ કરતાં વધારે સહેલાણીઓએ ડેમને નિહાળ્યો છે. આજે શનિવારથી રક્ષાબંધન સુધીના 6 દિવસના મીની વેકેશનમાં 2 લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવે તેેવો અંદાજો છે. આજે શનિવારે 15,000થી વધારે સહેલાણીઓએ ડેમને નિહાળ્યો હતો જયારે આવતીકાલે રવિવારે તો 40 હજારથી વધારે સહેલાણીઓ આવે તેવી શકયતાઓ રહેલી છે. શનિવારે પ્રવાસી પાસ થકી નિગમને ~1.40 લાખની આવક થઇ હતી.
પ્રવાસીઓએ ડેમ સાઇટ ખાતે સેલ્ફી લીધી
નર્મદા ડેમ ઓવરફલો થઇ રહયો હોવાથી 30 ગેટમાંથી પાણીનો ધોધ વહી રહયો છે. સરદાર સરોવરમાંથી પાણી 30 ધોધમાં નદીમાં ઠલવાઇ રહયું છે. ડેમ સાઇટ ખાતે આવેલાં વિવિધ વ્યુ પોઇન્ટ ખાતેથી ડેમના આ નજારાને માણી શકાય છે. ડેમ જોવા માટે આવતાં સહેલાણીઓ ડેમ નજીક સેલ્ફી લઇ તેમના પ્રવાસને યાદગાર બનાવી રહયાં છે. આજે શનિવારથી રક્ષાબંધન સુધીના 6 દિવસના મીની વેકેશનમાં 2 લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવે તેેવો અંદાજો છે. આજે શનિવારે 15,000થી વધારે સહેલાણીઓએ ડેમને નિહાળ્યો હતો.
શનિવારે 500થી વધારે વાહનો નોંધાયા
કેવડીયા કોલોની ખાતે શનિવારે 500થી વધારે વાહનોની અવરજવર નોંધાઇ હતી. કેવડીયા પીઆરઓ ઓફિસ ખાતેથી પાસ મેળવી સહેલાણીઓ ડેમ જોવા રવાના થાય છે. આજે શનિવારે ડેમ સાઇટ ખાતે 500થી વધારે વાહનો નોંધાયાં હતાં. સહેલાણીઓને કારણે સ્થાનિક રોજગાર ધંધાને પણ વેગ મળ્યો છે. પ્રવાસીઓ માટે ઠેર ઠેર નાસ્તાની લારીઓ તથા ભોજનાલયો ધમધમી રહયાં છે.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો