તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડીઆબા ગામે રતન જયોતના બી ખાતા 12 બાળકોને ઝાડા-ઉલટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: દેડીયાપાડાના કુંડીઆંબા ગામે આશ્રમશાળામાં અભ્યાસ કરતાં 12 બાળકોએ રતનજયોતના બી ખાઇ લેતાં તેમની તબિયત લથડી હતી. તમામને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. શાળાની બાજુમાં આવેલાં ખેતરમાં રમવા ગયેલાં છાત્રોએ આકારમાં બદામ જેવા લાગતાં બીજ ખાઇ લેતાં તેમને ઉલટીઓ શરૂ થઇ ગઇ હતી.
તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક દેડિયાપાડા ખસેડવામાં આવ્યાં
ડેડિયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામે 1 થી 7 ધોરણની આશ્રમશાળા આવેલી છે જેમાં વિધાર્થીઓ રહીને અભ્યાસ મેળવે છે. રવિવારની રજા હોવાથી સ્થાનિક શિક્ષક દ્વારા પાંચ વાગ્યા સુધી લેશન કરાવ્યા બાદ રમવા મોકલ્યાં હતાં જેમાં સાંજે કેટલાક બાળકો શાળાના પાછળના ભાગે આવેલ ખેતર બાજુ રમતા હતાં. જેમાં ખેતરના શેઢે રતન જ્યોતના છોડવાઓ ઉગી નીકળ્યા હોવાથી બદામ જેવા દેખાતા રતન જયોતના બી ને આ બાળકોએ ખાવા લાગ્યાં હતાં. ખેતરમાંથી રમીને બાળકો આશ્રમશાળામાં પરત આવ્યાં હતાં જયાં જમ્યાં બાદ સાંજે 8 વાગ્યા બાદ પ્રાર્થના કરવામાં આવી હતી .જેમાં પાછળ થી એક પછી એક બાળકોને ઉલ્ટી થવા લાગી હતી. 12 જેટલા બાળકોને અસર થતા શિક્ષકો ગભરાઈ ગયાં હતાં.108 ને ફોન કરી તમામ બાળકોને ડેડિયાપડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. મેડીકલ ટીમે બાળકોને સારવાર શરૂ કરી હતી.
( તસવીર - પ્રવિણ પટવારી )
સારવાર આપવામાં આવી છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો