રાજપીપળા: તિલકવાડામાં 7.43 લાખના દારૂનો નાશ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વિવિધ પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલો ગેરકાયદે વિદેશી દારૂની વિવિધ બ્રાંડ દારૂ અંદાજિત ~7.43 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગરુડેશ્વર નજીક અમર કવોરી પાસે નર્મદા જિલ્લા પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસે પોતાના હદ વિસ્તારમાંથીજપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાને સંગ્રહ કરવામાં આવ્યો હતો.
Paragraph Filter

- તિલકવાડામાં 7.43 લાખના દારૂનો નાશ કરાયો
- ગરુડેશ્વર અમર કવોરી પાસે નાયબ પોલીસ વડાની હાજરીમાં 11,917 બોટલો પરબુલડોઝર ફેરવી દેવાયું

જેને આજે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરની સૂચનાથી નાયબ પોલીસ વડા સ્નેહા પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી આરતી વ્યાસની મંજૂરીથી પોસઈ ટી .જી.બામણીયા તથા પોલીસ ટીમ સાથે ગરુડેશ્વર નજીક અમર કવોરી પાસેના મેદાનમાં વિદેશી દારૂ બીયરની 11,917 બોટલો મળી કુલ 7,43,180ના દારૂની બોટલો જમીન પર પાથરીને જેના પર બુલડોઝર ફેરવી દઇ નાસ કરવામાં આવ્યો હતો.નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે. જ્યાંથી પર પ્રાંતીય વિદેશી દારૂ મોટાપાયે ઘુસાડવામાં આવે છે. દારૂની હેરફેરને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્રએ સતત એકસન પ્લાન ઘડીને ચેકિંગ હાથ ધરીને આ વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશતા અટકાવે છે.

( તસવીર - પ્રવિણ પટવારી )
વિદેશી દારૂ પસાર કરવા માટે બુટલેગરો માટે અશક્ય બની ગયું છે, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...