સ્વ. માતાની મૂર્તિ‌ બનાવી ૩૧ વર્ષથી પૂજા કરતા પુત્રો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે રવિવારે વિશ્વમાં માતૃ દિવસની ઉજવણી કરાશે ત્યારે રાજપીપળામાં એક પુત્રએ તેની માતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એસબીઆઇની રાજપીપળા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત્ત દિવ્યકાંત પંડયાને તથા તેમના બે ભાઇઓ ઉમાકાંત અને હેમંતને માતા કપિલાબેન સાથે અદ્ભૂત લગાવ હતો. વર્ષ ૧૯૮૧માં ૭૧ વર્ષની વયે માતાનું અવસાન થતાં ત્રણેય ભાઇઓ તથા પરિવારના સભ્યો પડી ભાંગ્યા હતા.

માતાના મોતથી જીવનમાં ખાલીપો અનુભવી રહેલા ત્રણેય ભાઇઓએ માતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પવાનું નક્કી કર્યું હતું. રાજસ્થાનથી શિલ્પીને બોલાવીને તેમણે મકાનમાં સ્વ. માતાની પ્રતિમા સ્થાપિત કરી હતી. ૩૧ વર્ષથી ત્રણેય ભાઇઓ માતાની આરાધના કરી રહ્યાં છે. મૃત્યુ બાદ માતા અને પિતા ઘરની દિવાલો ઉપર તસવીર બની રહી જાય છે ત્યારે પંડયા બંધુઓની માતૃભકિત ખરેખર બિરદાવવા લાયક છે.