તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાની પ્રા. શાળાઓના ૧૮ શિક્ષકોની ફેરબદલીના હુકમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં શિક્ષકોએ તેમની વતનમાં અથવા વતન નજીકના સ્થળે બદલી કરવા માંગણી કરી હતી

નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં ૧૮ શિક્ષકોની ફેરબદલીના હુકમો થતાં દિવાળીના તહેવારો ટાંકણે શિક્ષક આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના તહેવાર પહેલાં નર્મદા જિલ્લાના ૧૮ પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીના હુકમ થયાં હતાં. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં શિક્ષકોએ તેમની વતનમાં અથવા વતન નજીકના સ્થળે બદલી કરવા માંગણી કરી હતી. શિક્ષણ વિભાગે ફેરબદલી કેમ્પમાં નર્મદાના ૧૮ શિક્ષકોને બદલીના હુકમ કર્યા હતાં.

શિક્ષણ વિભાગના નિયમ મુજબ જિલ્લા ફેર કે આંતરિક બદલી માંગતા શિક્ષકોને પ૦ ટકાથી વધુ ખાલી જગ્યા થતી હોય તો વર્તમાન નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. આ નિયમને કારણે ૧૮ શિક્ષકોની બદલીના હુકમ ત્રણ મહિ‌ના અગાઉ થઇ ગયાં હોવા છતાં તેમને છૂટા કરવામાં આવતાં ન હતાં. દિવાળીના તહેવાર પહેલાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ પટેલે આ તમામ શિક્ષકોની બદલીને મંજૂરીની મહોર મારી દેતાં શિક્ષક આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.