તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવ મોગરા ગામે ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગામના આગેવાને બાળાને ન્યાય અપાવવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

દેવ મોગરા ગામે ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર શખ્સનો કેસ અદાલતમાં ચાલી જતાં કોર્ટે તેને ૧૦ વર્ષની સજા તેમજ ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સાગબારાના દેવ મોગરા ગામે આવેલાં મંદિર પાસે પ્રસાદની દુકાન ચલાવતાં શખ્સે ગામની જ એક બાળકીને જંગલમાં લાકડાં લાવવાને બહાને તેની સાથે દુષ્કર્મ કરવાનો કેસ અદાલતમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

સરકારી વકીલ પ્રવિણ પરમારે આપેલી કેસની વિગત અનુસાર, દેવ મોગરા ગામે રહેતો અને દેવ મોગરા માતાના મંદિર પાસે પ્રસાદની દુકાન ધરાવતાં શિવરામ કાશીરામ વસાવાએ ગત ૧૦મી ફેબ્રુઆરીના રોજ ગામ વિસ્તારમાં જ રહેતી ૮ વર્ષની બાળકી તેની અન્ય બહેનપણીઓ સાથે મંદિરમાં પ્રસાદ લેવા માટે ગઇ હતી. દરમિયાન શિવરામે તેને બોલાવી રૂપિયા ૧૦૦ની લાલચ આપી જંગલમાંથી લાકડાં વિણી લાવવા માટે જણાવ્યું હતું. શિવરામની વિકૃત માનસિકતાથી અજાણ૮ વર્ષની માસૂમ બાળકી ૧૦૦ મેળવવા માટે જંગલ વિસ્તારમાં લાકડાં વિણવા માટે ગઇ હતી.

બાળકીને જંગલ તરફ જતાં જોઇને શિવરામ પણ તેની પાછળ પાછળ જંગલ તરફ ગયો હતો. જંગલમાં શિવરામે બાળકીને બળજબરીથી પકડી લઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અધમકૃત્યનો ભોગ બનેલી બાળકીએ બૂમરાણ મચાવવા જતાં શિવરામે તેને બનાવ અંગે કોઇને જાણ કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. દરમિયાન ઘટનાની જાણ ગામના સ્થાનિક આગેવાનને થતાં તેણે બાળકીને ન્યાય મળે તે માટે બનાવની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાવી હતી. જે અંગેનો કેસ રાજપીપળાના એડિ. ડિસ્ટિક્ટ સેશન્સ જજ વી. એન. સલાટની કોર્ટમાં ચાલી જતાં તેમણે સરકારી વકીલ પ્રવિણ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી શિવરામ કાશીરામ વસાવાને ૧૦ વર્ષની કેદ તેમજ ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો.