તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવક બાઇક પરથી ઊતરી ઊડી ગયેલી ટોપી લેવા ગયો ને પાછળથી આવતી મોપેડે અડફેટમાં લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાના ચિખલદા પાસે મોટરસાયકલ ચાલકની ટોપી ઉડી જતા તેને લેવા ઉભા રહ્યા હતાં તે દરમિયાન અન્ય એક મોટરસાયક્લ ચાલકે ઈસમને અડફેટે માં લેતા ઇજા પોહચાડી હતી.

વ્યારાાના ચિખલદા પાટીયા પાસે રોડ ઉપર પરસોતમભાઇ મગનભાઇ ગામીત નાઓ પોતાના કબજાની મોટર સાયકલ નંબર GJ-05-GL-8993 લઇને મોટાબંધારપાડા થી જીલ્લા સેવાસદન વ્યારા ખાતે આવતા હતા. તે વખતે સરૈયા તરફથી ચિખલદા ગામ ના પાટીયા પાસે આવતા ચાલુ મોટર સાયકલે પરસોતમભાઇની પહેરેલ ટોપી ઉડી જતા રોડ ઉપર પડી ગયેલ તેને લેવા માટે ઉભા રહ્યા હતા।. તે વખતે પાછળથી એક એકટીવા નંબર GJ-26-Q-3726 નો ચાલક પોતાના કબજાની એકટીવા લઇને સરૈયાગામ થી વ્યારા તરફ પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી લઇ આવી પરસોતમભાઇ ગામીતની મોટર સાયકલને પાછળથી ટકકર મારી હતી જેના કારણે પરસોતમભાઇને ડાબા સાઇડના ગાલ ઉપર તથા ડાબા પગની જાંધ ઉપર ઇજા પહોંચવાના કારણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,બનાવ અંગે પરસોતમભાઇ મગનભાઇ ગામીત (66 )રહે,મોટા બંધારપાડા બજાર ફળીયુ-સોનગઢ નાઓએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી

અન્ય સમાચારો પણ છે...